ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં જીતની હેટ્રિક કરવા માટે શું છે ભાજપનો પ્લાન જાણો

  • દિલ્હીની તમામ સીટ જીતવી ભાજપની રણનીતિ
  • કેજરીવાલ પર લગાવ્યો પરિવારવાદનો આરોપ
  • ભાજપ: આપ-કોંગ્રેસના ગઠબંધનથી કોઈ ફરક નથી પડતો

દીલ્હી, 13 એપ્રિલ:  દીલ્હીમાં મજબૂત આપનું કોંગ્રેસ સાથે ગઠબંધનની સામે ભાજપ દિલ્હીની બધી સીટો કબ્જે કરવા જોરદાર તૈયારી કરી છે. રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી સાતે સાત સીટો જીતવા માટે માસ્ટરપ્લાન સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. દિલ્હીની સ્થાનિક રાજનીતિમાં આમ આદમી પાર્ટીની મજબુત પકડ અને કોંગ્રેસ સાથેના ગઠબંધન હોવા છતાં ભાજપ તેમના પર ભારી પડી રહ્યું છે. ભાજપનું લક્ષ્ય લોકસભાની બધી સીટો જીતવા પર છે જેના માટે પાર્ટીએ માઈક્રો મેનેજમેન્ટની સાથે એક સાથે ઘણા બધા સ્તર પર કામ કરી રહી છે.

કેજરીવાલનું જેલમાંથી શાસન

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની જેલવાસ પછી દિલ્હીમાં સરકારી કામકાજમાં પ્રશ્નો ઊભા થયા છે, હાલમાં કેજરીવાલ જેલથી સરકાર ચલાવી રહ્યા છે. જેની આકરી ટીકાઓ કરીને ભાજપ ભાજપની રાષ્ટ્રપતિ શાસન લગાવવાની સંભાવનાને નકારી રહી છે. હકીકતમાં ભાજપની રણનીતિ મુજબ, કેજરીવાલના જેલમાંથી સરકાર ચલાવવાના નિર્ણયને અનૈતિક અને ભ્રષ્ટાચારથી જોડીને દિલ્હીના લોકોને મેસેજ આપી રહી છે કે કેજરીવાલ જ્યાં સુધી જેલમાંથી સરકાર ચલાવશે ત્યાં સુધી આપના નેતાઓ વચ્ચે તેટલો આંતરિક કલહ બહાર આવશે.

પરિવારવાદનો આરોપ

આપના સંજય સિંહ જામીન પર જેલમાંથી બહાર આવ્યા પછી કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ સક્રીયતા ભલે ઓછી થઈ, પણ ભાજપ હજુ પણ પરિવારવાદના મુદ્દે કેજરીવાલને ઘેરવાનો પ્રયત્ન કરીને દિલ્હીના લોકો અને આપના નેતાઓ-ધારાસભ્યોને  પરિવારવાદ મુદ્દે મેસેજ આપવા માંગે છે. આ જ કારણ છે કે ભાજપ દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા પાર્ટીમાંથી રાજીનામું આપીને પાર્ટીમાંથી બીજા કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શિખામણ આપી રહ્યા છે . જ્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા કેજરીવાલ પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ આપના વધ્યા-ઘટ્યા નેતાઓને પણ જેલમાં લાવવા માંગે છે. જેથી કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બની શકે. ભાજપ સતત એવો પ્રચાર કરે છે કે જેલમાંથી જો સરકાર ચલાવી શકાય તો શા માટે મનીષ સિસોદિયા અને સત્યેંન્દ્ર જૈન પાસેથી રાજીનામા લઈ લેવામાં આવ્યાં ? પાર્ટીની પણ ધારણા છે કે જો આમ જ રહ્યું તો પછી રાજકુમાર આનંદની જેમ બીજા નેતાઓ પણ આપ છોડીને જતા રહેશે?

મોદીમેજીક નો વિશ્વાસ

જોકે, દિલ્હીમાં પીએમ મોદીની લોકપ્રિયતાના લીધે પુરા આત્મવિશ્વાસમાં છે. ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ શુક્રવારે દાવો કર્યો હતો કે જે દિલ્હી એ કેજરીવાલને સતત જીતાડ્યા છે એજ દિલ્હીના લોકોએ પણ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં બધી સીટો પર ભાજપને જીતાડ્યું હતું.

અલાયન્સની નો ઇફેક્ટ

ભાજપનો દાવો છે કે, કોંગ્રેસ અને આપના ગઠબંધનથી કોઈ ફરક નથી પડતો કારણ કે 2019ની ચુંટણીમાં આ જ ગઠબંધનની સામે એકલા ભાજપનો વોટશેર 57 ટકા રહ્યો હતો, જે આ લોકો કરતા ઘણો જ વધારે છે. દિલ્હીમાં ટોટલ 7 સીટોમાં માત્ર મનોજ તિવારીને આ વખતે રિપીટ કર્યા છે આ સિવાય બાકીના ઉમેદવારોમાં સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ, પ્રવીણ ખંડેલવાલ, રામવીર સિંહ બિધૂડી, કમલજીત સેહરાવત, હર્ષ મલ્હોત્રા, યોગંન્દ્ર ચંદોલિયા છે. દિલ્હીની રાજનીતિમાં વર્ષોથી સક્રિય રહેલા આ જુના જોગીઓને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો:  ચૂંટણી રંગોળી: ટિકિટ ન મળતાં RJDના પૂર્વ સાંસદ જાહેરમાં રડવા લાગ્યા, જૂઓ વીડિયો

Back to top button