ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષ

યામાહાએ પોતાના ત્રણ દમદાર મોડલમાં શું આપ્યા ફિચર્સ જાણો

Text To Speech
  •  યામાહા ઈંડિયાએ યંગ ક્સટમર્સ માટે અપડેટ આપી
  • આ છે ત્રણ મોડલ MT-15 V2,Facino અને Ray ZR
  • નવા ગ્રાફિક્સની સાથે મલ્ટિ કલર્સ અવેલેબલ

HDNEWS, 11 એપ્રિલ: યામાહા ટુ્ વ્હીલર બનાવનારી અગ્રણી કંપની છે જે પોતાના યુવા કસ્ટમર્સને ધ્યાનમાં રાખીને તેના બાઈક્સ અને સ્કુટર્સ ડીઝાઈન કરે છે. પોતાના યુવા કસ્ટમર્સને આકર્ષેિત કરે તેવા સ્ટાઈલિશ લુક સાથેના વ્હીકલ આપતી આ કંપનીએ હવે કલર ઓપ્શન પણ આપ્યા છે. ઈંડિયા યામાહા કંપનીએ સોમવારે તેના ત્રણ મોડલ MT-15 V2,Facino અને Ray ZR સીરીઝમાં અપડેટ વિશે રસપ્રદ માહિતી આપી હતી. આ વખતે કંપનીએ નવા ગ્રાફિક્સ સાથેના કલર વેરિયન્ટ લોન્ચ કર્યા છે. કંપની તેના . યુવા કસ્ટમર્સને આકર્ષિત કરવા માટે આ પ્રકારની અપડેટ જાહેર કરી છે. આવો જાણીએ આ ત્રણે મોડલના કેવા છે અપડેટ.

MT-15 V2 સીરીઝ

કંપનીએ આ મોડલની સીરીજમાં વિશેષ આકર્ષક સાઈબર ગ્રીન કલરનો ઓપ્શન આપ્યો છે. જ્યારે MT-15 V2 DLX મોડલમાં હૈજાર્ડ ફંક્શન પણ આપ્યો છે. જેનો ઉપયોગ કરવાથી આ ફંકશન તમને એલર્ટનો સિગ્નલ આપશે. આ સિવાય કલર વેરિયેશનની વાત કરીએ તો મેટાલિક બ્લેક, રેસિંગ બ્લુ, ડાર્ક મેટ બ્લુ, આઈસ ફ્લુઓ વર્મિલિયન જેવા ઓપ્શન આપ્યા છે. આ સીરીઝની બાઈકમાં 125cc લિક્વીડ કુલ્ડ 4 વાલ્વવાળું એન્જિન છે.

Facino સીરીઝ

Facino 125 Fi હાઈબ્રિડ મોડેલમાં બ્રાંડ ન્યુ સિયાન બ્લુ, મેટ કોપર, મેટાલિક વ્હાઈટ કલર, સિલ્વર, જેવા કલર મળશે. આ મોડલના ડ્ર્મ વેરિયન્ટમાં મેટલિક બ્લેક શેડનો નવો કલર મળશે. આ સીરીઝના સ્કુટરમાં BS VI OBD2 અને E-20 ફ્યુલ કમ્પલેંટ,એર કુલ્ડ, ફ્યુઅલ ઈંજેક્ટેડ, હાઈબ્રિડ પાવર આસિસ્ટ ફિચર, 125ccનું બ્લુ કોર એન્જિન લગાવેલું છે. ઉપરાંત એલઈડી લાઈટ્સ અને વાઈ-ફાઈ કનેક્ટ, બ્લુટુથ, ડીજીટલ મીટર જેવા આકર્ષક ફિચરો મોડલને ખાસ બનાવે છે.

Ray ZR સીરીઝ

આ મોડલના બંને ડીસ્ક અને ડ્રમ વેરિયન્ટ માટે ખાસ સિયાન બ્લુ અને અન્ય મેટાલિક બ્લેક, મેટ રેડ, રેસિંગ બ્લુ અને ડાર્ક મેટ બ્લુ રંગ આપવામાં આવ્યા છે. જ્યારે સ્ટ્રીટ રેલી વેરિયન્ટમાં મેટ બ્લેક, મેટ કોપર, લાઈટ ગ્રે વર્મિલિયન જેવા આકર્ષક કલર આપ્યા છે. યામાહાના આ ત્રણ મોડલની એક્સશોરુમની કિંમત અંદાજિત 80,000 થી માંડીને 1,75000ની આસપાસમાં મળી રહેશે. યંગસ્ટર્સને જ ફોક્સમાં રાખીને  વ્હીકલ બનાવતી યામાહાએ આ વખતે વધારે કલર ઓપ્શન આપ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં અગાઉ AMTSની 350 બસ ચાલતી, હવે આંકડો જાણી રહેશો દંગ

Back to top button