ગુજરાતમાં જાણો શું કરી વરસાદ મામલે અંબાલાલ પટેલે આગાહી
- વરસાદને કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
- 7 થી 9 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠું આવી શકે છે
- ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાંક વિસ્તારોમાં માવઠાનો માર પડશે
ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસાએ સંપૂર્ણ વિદાય લીધી નથી જેમાં વરસાદને કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ મેઘરાજા ગુજરાતની વિદાય લે તેવા મૂડમાં જણાતા નથી. ત્યારે વરસાદના આગાહીકાર અંબાલાલ પટેલે વાવાઝોડા અને માવઠાંની આગાહી કરી છે.
ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાંક વિસ્તારોમાં માવઠાનો માર પડશે
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, હવામાનમાં પલટો આવશે. ગરમી વચ્ચે આજથી થી 24માં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના પણ જણાવી છે. દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાંક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાંક વિસ્તારોમાં માવઠાનો માર ભોગવવો પડી શકે છે.
7 થી 9 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠું આવી શકે છે
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તારીખ 22 ઓક્ટોબરથી એક મજબૂત સિસ્ટમ બનશે જે વાવાઝોડામાં રૂપાંતરિત થઈ શકે છે. આ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે પશ્ચિમી વિક્ષોભ આવશે. જેની અસરથી દક્ષિણ પૂર્વીય તટો પર બરફ પડવાની શક્યતા રહેશે. જેની અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી ગુજરાતના માથે વરસાદના વાદળો ઘેરાઈ શકે છે. 7 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં બીજું એક વાવાઝોડું આવશે. જેના કારણે 7 થી 9 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠું આવી શકે છે.