ઘરનો બેડરૂમ આરામ કરવા માટેનું પ્રમુખ સ્થાન હોય છે. શું તમે જાણો છો કે અહીંથી ઘરની સુખ શાંતિ પણ નિયંત્રિત કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રના હિસાબે ઘરના બેડરૂમમાં શુક્ર અને ચંદ્રમાનો પ્રભાવ પડે છે. આ સ્થાનમાં ગરબડ થાય તો ઘરમાં અશાંતિ થાય છે અને પતિ-પત્નીની વચ્ચે મનમેળ રહેતો નથી, ક્યારેક અલગ થવાની ઘટના પણ બની શકે છે. વાસ્તુશાસ્ત્રમાં બેડરૂમ સાથે જોડાયેલી કઇ મોટી ભુલ વિશે જણાવાયુ છે?
બેડરૂમની દિશા કઇ હોવી જોઇએ?
ઘરના બેડરૂમ માટે દક્ષિણ-પશ્વિમ દિશા સર્વોત્તમ માનવામાં આવે છે. આ સિવાય પશ્વિમ દિશાનો પ્રયોગ પણ કરી શકાય છે, પરંતુ બેડરુમની દિશા ઉત્તર-પુર્વ કે દક્ષિણ-પુર્વ ન હોય તો સારુ. તેનાથી દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓની શક્યતાઓ વધી જાય છે. પતિ-પત્નીની વચ્ચે લડાઇ ઝઘડા થાય છે. ઉત્તર-પશ્વિમનો બેડરૂમ જીવનમાં ધનનું નુકશાન અને તણાવ લઇને આવે છે.
બેડરૂમમાં પલંગ રાખવાના નિયમો
બેડરૂમમાં પલંગ પુર્વ-પશ્વિમ કે ઉત્તર-દક્ષિણ તરફ હોવો જોઇએ. માણસનુ માથુ હંમેશા પુર્વ કે દક્ષિણ દિશા તરફ રહેવુ જોઇએ.ગેસ્ટરૂમ પશ્વિમ તરફ હોઇ શકે છે. બેડરૂમમાં પલંગ લાકડાંનો હોય તો સર્વોત્તમ માનવામાં આવે છે. લોખંડ કે ધાતુનો પલંગ સારો માનવામાં આવતો નથી. પલંગ વર્ગાકાર કે આ લંબચોરસ હોવો જોઇએ. ગોળ પલંગ ક્યારેય ન રાખવો. પલંગની નીચે જુતા કે ચંપલ જેવો સામાન ન રાખો.
બેડરૂમની દિવાલોનો રંગ કેવો હોવો જોઇએ?
બેડરૂમની દિવાલો પર ડાર્ક કલર બિલકુલ ન કરવો. પિંક, ક્રીમ, હળવો લીલો કે હળવો ભુરો રંગ સર્વોત્તમ માનવામાં આવે છે. બેડરૂમમાં સામે અરીસો ન રાખો, બેડરૂમમાં ટીવી કે ઇલેક્ટ્રોનિક સામાન પણ ન રાખો. કચરાપેટી, મંદિર અને પુર્વજોના ચિત્રો પણ બેડરૂમમાં ન રાખો. બેડરૂમમાં હળવી સુગંધનો પ્રયોગ લાભદાયી છે.
બેડરૂમમાં વાસ્તુદોષના ઉપાય
જો તમારો બેડરૂમ ઉત્તર-પુર્વ કે દક્ષિણ-પુર્વ તરફ હોય તો ત્યાં સમુદ્રી મીઠુ કે કપુર નાંખીને ક્રિસ્ટલની એક કટોરી જરૂર રાખો. બેડરૂમમાં લવન્ડરની સુગંધ તમને આર્થિક મોરચે લાભ કરાવશે. તમારુ દાંપત્ય જીવન ખુશહાલ બનાવશે. તમે બેડરૂમના ઉત્તર-પશ્વિમ ખુણામાં ચંદ્ર યંત્ર રાખીને વાસ્તુદોષ દુર કરી શકો છો.
આ પણ વાંચોઃ ઘરથી દૂર રહેતા લોકોને મત આપવાના અધિકાર સામે વિરોધ શા માટે ? શું છે RVM