ગુજરાતના વિવિધ શહેરના લોકસભા ચૂંટણીના સવારે 9 વાગ્યા સુધીમાં જાણો મતદાનના આંકડા
- અમદાવાદ પૂર્વમાં 8.03 ટકા મતદાન
- અમદાવાદ પશ્ચિમમાં 7.23 ટકા મતદાન થયુ
- એક બાજુ ગરમી તો બીજી બાજુ લોકસભા ચૂંટણીનો મહાપર્વ
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના સવારે 9 વાગ્યા સુધીમાં મતદાનના આંકડા આવી ગયા છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 ટકા મતદાન સાથે અમદાવાદ પૂર્વમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.03 ટકા મતદાન તથા અમદાવાદ પશ્ચિમમાં સવારે 9 વાગ્યા સુધીમાં 7.23 ટકા મતદાન થયુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા, જાણો કયા પડી મતદારોને મુશ્કેલી
અમરેલીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.13 ટકા મતદાન
અમરેલીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.13 ટકા મતદાન તથા આણંદમાં 10.35 ટકા મતદાન તેમજ બનાસકાંઠામાં 12.28 ટકા મતદાન સાથે બારડોલીમાં 11.54 ટકા મતદાન તથા ભરૂચમાં 9.79 ટકા મતદાન અને ભાવનગરમાં 9.20 ટકા મતદાન સાથે છોટાઉદેપુરમાં 10.27 ટકા મતદાન થયુ છે. દાહોદમાં 10.94 ટકા મતદાન તથા ગાંધીનગરમાં 10.31 ટકા મતદાન અને જામનગરમાં 8.55 ટકા મતદાન, જૂનાગઢમાં 9.05 ટકા મતદાન, કચ્છમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.79 ટકા મતદાન થયુ છે.
ખેડામાં 10.20 ટકા મતદાન તથા મહેસાણામાં 10.14 ટકા મતદાન
ખેડામાં 10.20 ટકા મતદાન તથા મહેસાણામાં 10.14 ટકા મતદાન તથા નવસારીમાં 9.15 ટકા મતદાન તથા પંચમહાલમાં 9.16 ટકા મતદાન તેમજ પાટણમાં 10.42 ટકા મતદાન અને પોરબંદરમાં 7.84 ટકા મતદાન તેમજ રાજકોટમાં 9.77 ટકા મતદાન તથા સાબરકાંઠામાં 11.43 ટકા મતદાન થયુ છે. સુરેન્દ્રનગરમાં 9.43 ટકા મતદાન, વડોદરામાં 10.64 ટકા મતદાન સાથે વલસાડમાં 11.65 ટકા મતદાન થયુ છે. તેથી જોઇ શકાય છે કે રાજ્યમાં એવરેજ 10 ટકા મતદાન થયુ છે.
એક બાજુ ગરમી તો બીજી બાજુ લોકસભા ચૂંટણીનો મહાપર્વ
એક બાજુ ગરમી તો બીજી બાજુ લોકસભા ચૂંટણીનો મહાપર્વ છે. તેવામાં આજે લોકસભા ચૂંટણી માટેનું મતદાન શરૂ થયુ છે. હવામાન વિભાગે ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.