ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

અમદાવાદમાં ભાજપના નેતાઓ અને AIMIM વચ્ચે બંધબારણે ગુપ્ત મીટિંગનું જાણો સત્ય

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરતા હોય છે. અને જુઠ્ઠાણુ પણ ચલાવતા હોય છે. તેવામાં AAPના નેતાઓએ ટ્વીટમાં જે મીડિયાનો અહેવાલ ટાંક્યો છે તેમાં ભાજપના નેતાઓ અને AIMIM વચ્ચે બંધબારણે ગુપ્ત મીટિંગ થઈ હોવાની વાત કરી હતી. જેમાં ભાજપના 2 દિગ્ગજ નેતાઓ AIMIMની ઓફિસે બંધબારણે સાબીર કાબલીવાલાને મળ્યા હોવાનું જણાવાયું હતું.

 

આ પણ વાંચો: BJPએ ગુજરાતની ચૂંટણીમાં AAP-કોંગ્રેસને ધૂળ ચાટતી કરવા રણનીતિ તૈયાર કરી

અમે તો ટેક્સટાઈલ ફેક્ટરી મુદ્દે ચર્ચા કરી

આ વાત પર સાબીર કાબલીવાલાએ જણાવ્યું કે એ સમયે તેમના દ્વારા પ્રોજેક્ટનું અવલોકન કરવા તથા આ મુદ્દે ચર્ચા કરવા માટે ત્યાં વિઝિટ કરાઈ હતી. તેવામાં અહીં આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ મોટાભાગના લોકો પણ હાજર હતા. અમે એવી જ ચર્ચા કરી હતી કે વહેલામાં વહેલી તકે આ પ્રોજેક્ટ પૂરો થઈ જાય તથા આમા આગળ શું કાર્યવાહી થઈ શકે છે. પરંતુ કોઈ અજાણ્યા શખસ દ્વારા આને અલગ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. મારા ફોટાને ક્રોપ કરીને પણ મૂકવામાં આવી રહ્યા છે. આ કોઈ ચૂંટણીલક્ષી બેઠક નહોતી. અમે તો ટેક્સટાઈલ ફેક્ટરી મુદ્દે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચૂપચાપ બેસી રહેલી કોંગ્રેસનો માસ્ટર પ્લાન આવ્યો બહાર

આમ આદમી પાર્ટી AIMIM પર આક્ષેપો લગાવી રહી છે

AIMIMના દાનિશ કુરેશીએ વાઈરલ તસવીરો વિશે કહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા ભ્રમ ફેલાવવાના હેતુથી આવી તસવીરો વાઈરલ કરાઈ રહી છે. અત્યારે જે પ્રમાણે આમ આદમી પાર્ટી AIMIM પર આક્ષેપો લગાવી રહી છે તે તદ્દન ખોટા અને પાયા વિહોણા છે.

Back to top button