વર્ષનું બીજું અને સૂર્યગ્રહણ દિવાળી પર લાગશે. આ વર્ષે દિવાળી 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે અને 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. તો ચાલો જાણીએ સૂર્યગ્રહણનો સમય શું છે અને સૂતક કાળ.
વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર, 2022ના રોજ થવા જઈ રહ્યું છે. દિવાળી કારતક અમાસના દિવસે મનાવવામાં આવે છે. જો અમાવસ્યા તિથિની વાત કરીએ તો 24-25 ઓક્ટોબરના રોજ બંને દિવસ રહેશે. અમાવસ્યા તિથિ 24 ઓક્ટોબર, 2022ના રોજ સાંજે 05:27 વાગ્યે શરૂ થશે, જે 25 ઓક્ટોબર, 2022 ના રોજ બપોરે 4.18 વાગ્યા સુધી રહેશે. સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર મંગળવારના રોજ લાગશે.
શું છે સૂર્યગ્રહણ?
સૂર્યગ્રહણ એ એક ભૌગોલિક ઘટના છે જેને ઘણી વાર નરી આંખોથી જોઇ શકાતી નથી. પૃથ્વી સહિત ઘણા ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે અને તે પૃથ્વીની કક્ષામાં ભ્રમણ કરે છે. પરંતુ ઘણી વખત એવી સ્થિતિ સર્જાય છે કે, સૂર્યનો પ્રકાશ સીધો પૃથ્વી પર પહોંચી શકતો નથી, કારણ કે ચંદ્ર વચ્ચે આવી જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે.શા માટે થાય છે આંશિક સૂર્યગ્રહણ?
પ્રાપ્ત જાણકારી અનુસાર, આંશિક સૂર્યગ્રહણ અમાસની તિથિ પર આવે છે. આંશિક સૂર્યગ્રહણને વલયાકાર સૂર્યગ્રહણ પણ કહેવાય છે. કહેવાય છે કે, આ ગ્રહણ દરમિયા સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું અંતર વધી જાય છે. તેથી સૂર્યનો પ્રકાશ ધરતી સુધી પહોંચતા પહેલા ચંદ્ર વચ્ચે આવી જાય છે અને સૂર્યનો થોડો જ ભાગ દેખાય છે. તેને આંશિક સૂર્યગ્રહણ કહેવાય છે.
27 વર્ષ બાદ બની રહ્યો છે આવો સંયોગ
આ સૂર્ય ગ્રહણ ભારતમાં આંશિક રૂપે દેખાશે. તેનો પ્રારંભ 25 ઓક્ટોબરે બપોરે 02 વાગીને 29 મિનિટે શરૂ થઇને સાંજે 06 વાગીને 32 મિનિટ સુધી રહેશે. આ સૂરિય ગ્રહણ 04 કલાક 3 મિનિટ સુધી રહેશે. આવી જ સ્થિતિ 27 વર્ષ પૂર્વ 1995માં બની હતી, જ્યારે દિવાળીના અવસરે જ સૂર્ય ગ્રહણ લાગ્યું હતું.
વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ
24 ઓક્ટોબરે દિવાળી અને 25મીએ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્ષ 2022નું આ છેલ્લું સૂર્યગ્રહણ રહેશે. આ ગ્રહણ આંશિક છે અને દેશમાં અનેક જગ્યાએ જોવા પણ મળશે. ધાર્મિક દૃષ્ટિએ પણ આ ગ્રહણ ખાસ રહેશે. આ પહેલાં 30 એપ્રિલના રોજ સૂર્યગ્રહણ થયું હતું, પરંતુ એ દેશમાં દેખાયું નહોતું. ખગોળ વિજ્ઞાન પ્રમાણે, ભારતમાં હવે મોટું સૂર્યગ્રહણ 21 મે 2031ના રોજ દેખાશે, જે વલયાકાર ગ્રહણ રહેશે. એનાં ત્રણ વર્ષ પછી 20 માર્ચ, 2034ના રોજ પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે.સૂર્યગ્રહણનો સમય
આ વખતે કારતક અમાસ એટલે કે દિવાળીની તિથિ બે દિવસ એટલે કે 24 અને 25 ઓક્ટોબરે હોવાથી કારતક અમાસ તિથિ 24 ઓક્ટોબરે સાંજે 05 વાગીને 27 મિનિટે શરૂ થશે અને 25 ઓક્ટોબરે સાંજે 04 વાગીને 18 મિનિટ સુધી રહેશે. સૂર્ય ગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલા 24 ઓક્ટોબરે મધ્યરાત્રીએ પ્રારંભ થશે.
આ પણ વાંચો : સૂર્યગ્રહણ 2022 : 27 વર્ષ પછી ફરી એકવાર દિવાળી પર સૂર્યગ્રહણનો સંયોગ,જાણો કેવો રહશે પ્રભાવ
સૂર્ય ગ્રહણ 2022 સૂતક કાળ
આ સૂર્ય ગ્રહણ એક આંશિક સૂર્ય ગ્રહણ છે અને આ વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ છે. તેનો સૂતક કાળ 24 ઓક્ટોબર એટલે કે દિવાળીની રાતે 02 વાગીને 30 મિનિટે લાગી જશે, જે આગલા દિવસે 25 ઓક્ટોબરે સાંજે 04 વાગીને 22 મિનિટ સુધી રહેશે.
ગ્રહણની પૌરાણિક કથા
હિંદુ ધર્મની પૌરાણિક કથા અનુસાર ગ્રહણનો સંબંધ રાહુ અને કેતુ ગ્રહ સાથે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે અમૃતથી ભરેલા પાત્ર માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારે તે યુદ્ધમાં, રાક્ષસો જીત્યા હતા અને રાક્ષસો કળશ સાથે પાતાળમાં ચાલ્યા ગયા હતા. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અપ્સરાનું રૂપ ધારણ કર્યું અને અસુરો પાસેથી તે અમૃત પાત્ર લઇ લીધું. આ પછી જ્યારે ભગવાન વિષ્ણુએ દેવતાઓને અમૃત આપવાનું શરૂ કર્યું ત્યારે સ્વર્ભાનુ નામના રાક્ષસે કપટપૂર્વક અમૃત પી લીધું હતું અને દેવતાઓને તેની જાણ થતાં જ તેમણે ભગવાન વિષ્ણુને આ અંગે જણાવ્યું હતું. જે બાદ ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેનું ધડ ઉડાડી અલગ કરી દીધું હતું. એવું કહેવામાં આવે છે કે સ્વર્ભાનુના શરીરના માત્ર 2 ભાગોને રાહુ અને કેતુ તરીકે ઓળખવામાં આવે છે અને દેવતાઓના અપમાનનો બદલો લીધા પછી તે સૂર્ય અને ચંદ્ર સાથે બદલો લેવા માટે અવાર નવાર ગ્રહણ લગાવે છે.