ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

લોકસભા ચૂંટણી 2024 માટે મહાજંગનો આરંભ, જાણો ક્યા રાજ્યમાં ક્યા પક્ષની કેટલી તાકાત

નવી દિલ્હી, 15 માર્ચ: રાજકીય દળો જેની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ચૂકી છે. આજે લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ હવે ખરાખરીનો જંગ જામશે. ચૂંટણી સાત તબક્કામાં યોજાશે, ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ થશે. લોકસભામાં ગઠબંધનના ગણિત અને રાજકીય પક્ષોની તાકાતની ચર્ચા ચાલી રહી છે. દરેક પક્ષ અને ગઠબંધન લોકસભાની ચૂંટણીમાં જીત સાથે સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ કયા રાજ્યમાં કઈ પાર્ટી પાસે કેટલી સત્તા છે? 2019ની ચૂંટણી કરતાં આ વખતે દૃશ્ય કેટલું અલગ છે? આ અંગે પણ ચર્ચા થઈ રહી છે.

ગઠબંધનનું ગણિત શું છે?

આ ચૂંટણી પહેલા મુખ્યત્વે ત્રણ રાજકીય જૂથો દેખાઈ રહ્યા છે. એક જૂથ ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)માં સમાવિષ્ટ પક્ષોનું છે, જ્યારે બીજું જૂથ INDIA બ્લોકમાં સામેલ પક્ષોનું છે, જેમાં કોંગ્રેસ સહિત ઘણા વિરોધ પક્ષોનો સમાવેશ થાય છે. ત્રીજા જૂથમાં એવા પક્ષોને રાખી શકાય છે, જે આ બંને ગઠબંધનમાંથી કોઈમાં નથી અને તેમની પોતાની પ્રાદેશિક તાકાત છે. આવી પાર્ટીઓની યાદીમાં યુપીમાં માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટી, બંગાળમાં મમતા બેનર્જીની TMC, કેરળ અને બંગાળમાં ડાબેરીઓ, ઓડિશામાં નવીન પટનાયકની BJD પાર્ટી, તમિલનાડુમાં AIADMK, આંધ્રપ્રદેશમાં સીએમ જગનની પાર્ટી વાયએસઆર કૉંગ્રેસ, તેલંગાણામાં કેસીઆરની પાર્ટી બીઆરએસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM અને આસામમાં AIUDF જેવી પાર્ટીઓ છે.

2019થી ગઠબંધનનું દ્રશ્ય કેટલું અલગ છે?

છેલ્લી લોકસભા ચૂંટણી એટલે કે 2019ની સરખામણીમાં આ વખતે ગઠબંધનનું ગણિત પણ ઘણું અલગ જોવા મળી રહ્યું છે. છેલ્લી ચૂંટણીમાં વિપક્ષી છાવણીમાં રહેલા ઘણા પક્ષો હવે NDA કેમ્પમાં છે. યુપીમાં જયંત ચૌધરીના નેતૃત્વમાં RLD અને બિહારમાં ઉપેન્દ્ર કુશવાહ અને જીતન રામ માંઝીની પાર્ટીઓ 2019માં વિપક્ષની છાવણીમાં હતી. તે સમયે TRD પણ અલગ સૂર વગાડી રહી હતી. આ વખતે તમામ NDAની છત્રછાયામાં ચૂંટણી લડી રહ્યા છે. કેટલાક એવા પક્ષો છે જેમણે NDA છોડી દીધું હતું અને બાદમાં આ પક્ષોના નામ અને પ્રતીકો સાથેનો એક જૂથ ગઠબંધનમાં પાછો ફર્યો હતો. એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) આ કેટેગરીમાં આવે છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વિપક્ષના INDI બ્લોકમાં છે પરંતુ શિંદે અને અજિત પવાર તેમના પક્ષોના નામ અને ચિન્હો સાથે NDA કેમ્પમાં છે.

કયા રાજ્યમાં કઈ પાર્ટી પાસે કેટલી સત્તા છે?

1. ઉત્તર પ્રદેશ

છેલ્લી ચૂંટણીમાં NDAએ ઉત્તર પ્રદેશમાં 80માંથી 64 બેઠકો જીતી હતી. ભાજપે 62 બેઠકો અને અપના દળ એસને બે બેઠકો જીતી હતી. વિપક્ષ BSP 10, સપા પાંચ અને કોંગ્રેસ એક સીટ જીતવામાં સફળ રહી હતી.

2. મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં 48માંથી 41 સીટો NDAને મળી છે. ભાજપે 23 બેઠકો જીતી હતી અને અવિભાજિત શિવસેનાએ 18 બેઠકો જીતી હતી. અવિભાજિત NCPને ચાર, કોંગ્રેસને એક અને AIMIMને એક બેઠક મળી હતી. એક બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા.

3. પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળની 42 બેઠકોમાંથી 22 TMC, 18 ભાજપ અને બે કોંગ્રેસે જીતી હતી.

4. તમિલનાડુ

તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે. 2019ની ચૂંટણીમાં, DMKએ 23 બેઠકો જીતી, કોંગ્રેસે આઠ, CPI(M) અને CPIએ બે-બે, IMLએ એક બેઠક અને AIDMKએ એક બેઠક જીતી.

5. મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશમાં ભાજપે 29માંથી 28 બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર એક જ સીટ પર સમેટાઈ હતી. કોંગ્રેસના નકુલ નાથ છિંદવાડા બેઠક પરથી જીત્યા હતા.

6. કર્ણાટક

કર્ણાટકમાં લોકસભાની 28 બેઠકો છે. 2019માં ભાજપે 25 બેઠકો, JDSને એક બેઠક અને કોંગ્રેસે એક બેઠક જીતી હતી. એક સીટ અન્યના ભાગે ગઈ હતી. જો કે, આ વખતે સંજોગો અલગ છે. ત્યારે રાજ્યમાં સત્તામાં રહેલી ભાજપ હવે વિપક્ષમાં છે અને કોંગ્રેસ સત્તામાં છે.

7. ગુજરાત

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. ગત ચૂંટણીમાં તમામ બેઠકો પરથી ભાજપના ઉમેદવારો જીત્યા હતા.

8. આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 25 બેઠકો છે. 2019માં YSRCP પાર્ટીએ રાજ્યમાં 22 બેઠકો જીતી હતી. TDPને ત્રણ બેઠકો મળી હતી. આ વખતે ટીડીપી ભાજપ અને પવન કલ્યાણની પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે.

9. રાજસ્થાન

રાજસ્થાનમાં લોકસભાની 25 બેઠકો છે. 2019માં એનડીએ તમામ સીટો જીતી હતી. ભાજપે 24 બેઠકો જીતી હતી જ્યારે RLPના હનુમાન બેનીવાલ એક બેઠક પરથી સંસદમાં પહોંચ્યા હતા. આ વખતે બેનીવાલની પાર્ટી અને ભાજપ વચ્ચે ગઠબંધન નથી.

આ પણ વાંચો: આજથી લાગુ થનારી આચારસંહિતા શું છે? નાગરિકોને શું અસર કરે?

Back to top button