ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોલકાતામાં આજથી શરૂ થનાર પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન વિશે જાણો ખાસ વિશેષતા

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 05 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. તે કોલકાતામાં તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલીવાર છે કે, જ્યારે ટ્રેન પાણીની અંદર દોડશે. નોંધનીય છે કે શહેરી ટ્રાફિકને સરળ બનાવવા માટે પીએમ મોદી દેશભરમાં અનેક મેટ્રો અને રેપિડ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. તો ચાલો જાણીએ આ અંડરવૉટર મેટ્રો ટનલ વિશે કેટલીક ખાસ વાતો…

હુગલી નદીની અંદર 16.6 કિમી લાંબી મેટ્રો ટનલ બનાવાઈ

હુગલી નદીની અંદર બનેલી આ 16.6 કિમી લાંબી મેટ્રો ટનલ એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ છે. આ માત્ર વાહનવ્યવહારનું નવું સ્વરૂપ નથી પરંતુ શહેરમાં ટ્રાફિક અને વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો કરશે. આ અંડરવોટર મેટ્રો હાવડા અને કોલકાતાને જોડશે. તેના કુલ છ સ્ટેશન છે, જેમાંથી ત્રણ અંડરગ્રાઉન્ડ છે. ખાસ વાત એ છે કે આ સ્પેશિયલ મેટ્રોના ઉદ્ઘાટનના દિવસે મુસાફરો તેમાં સવાર થઈ શકશે.

ભારતમાં પ્રથમવાર નદીની અંદર ટનલનું નિર્માણ

કોલકાતા મેટ્રોનો હાવડા મેદાન-એસ્પ્લેનેડ વિભાગ ખૂબ જ ખાસ છે, કારણ કે તે ભારતમાં પ્રથમવાર નદીની અંદર ટનલનું નિર્માણ થયું છે. હાવડા મેટ્રો સ્ટેશન આમાં સૌથી ઊંડું સ્ટેશન છે. કોલકાતા હાવડા મેદાન-એસ્પ્લેનેડ વિભાગની પૂર્વ બાજુએ છે અને હાવડા પશ્ચિમ બાજુએ છે. એવું માનવામાં આવે છે કે મેટ્રો ટ્રેન હુગલી નદીની અંદર અંદાજે 520 મીટરનું અંતર માત્ર 45 સેકન્ડમાં કાપશે.

મેટ્રો 11 માળની ઈમારતની ઊંચાઈ બરાબર

તેની ઊંડાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મેટ્રો જમીનથી 11 માળની ઈમારતની ઊંચાઈ બરાબર દોડશે. આ ટનલ સપાટીથી અંદાજે 33 મીટર નીચે છે. હાવડાથી એસ્પ્લેનેડનો કુલ રૂટ 4.8 કિલોમીટર લાંબો છે. આ અડધા કિલોમીટર લાંબી પાણીની અંદરની ટનલમાંથી મુસાફરો 1 મિનિટથી પણ ઓછા સમયમાં પસાર થશે. આ ટનલ અંદાજે 120 વર્ષના સંશોધન પછી બનાવવામાં આવી છે.

અંડરવોટર મેટ્રોમાં 5G ઈન્ટરનેટ પાણીની અંદર ઉપલબ્ધ થશે

પાણીની અંદરની મેટ્રોમાં મુસાફરોની તમામ સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં મુસાફરોને 5G ઇન્ટરનેટની સુવિધા પણ મળશે. મહત્ત્વનું છે કે, આ મેટ્રો ટનલનું કામ 2017માં શરૂ થયું હતું. પાણીની અંદર ટનલ બનાવવા માટે હજારો ટન માટી પણ કાઢવામાં આવી છે. અધિકારીઓનો દાવો છે કે પાણીની અંદરની મેટ્રો ટનલમાં પાણીનું એક ટીપું પણ પ્રવેશી શકતું નથી.

સામાન્ય મશીનના ઉપયોગથી થયું નિર્માણ

દેશમાં સૌપ્રથમવાર પાણીની અંદર ટનલ બનાવવાની હોવાથી ઉપરથી પાણીનું દબાણ સહન કરી શકે અને બાંધકામ દરમિયાન પાણીને અંદર આવતા અટકાવી શકે તેવા મશીનની જરૂર હતી. અગાઉ દેશના અનેક શહેરોમાં બનેલી ટનલમાં પાણી આવવાનો કોઈ ખતરો ન હતો, તેથી સામાન્ય મશીનોથી ટનલ બનાવવામાં આવી હતી.

TBM જર્મનીથી તૈયાર કરવામાં આવ્યું છે

TBM એટલે કે ટનલ બોરિંગ મશીનમાં જર્મનીએ મહારથ હાંસલ કર્યું છે. આ મશીન જર્મનીથી તેની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવ્યું હતું. તેની વિશેષતા એ હતી કે માટી કાપવાની સાથે સાથે બાંધેલા ભાગને સીલ પણ રાખતા હતા. જેના કારણે કટીંગ દરમિયાન પાણી આવે તો પણ તે સુરંગના જે ભાગ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં પાણી પહોંચતું નથી. હુગલી હેઠળની ટનલની લંબાઈ 520 મીટર અને ઊંચાઈ 6 મીટર છે.

આ પણ વાંચો: ડ્રાઈવર વિનાની મેટ્રો ટ્રેન આવી રહી છે, મળશે અનેક શાનદાર સુવિધાઓ

Back to top button