ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

જાણો ગુજરાતના નેતાજીની સોશિયલ મીડિયા સેન્સ, કોણ છે ટેક્નોલોજીમાં ઝીરો-હિરો ઉમેદવાર!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે હાઇટેક બની છે. જેમાં ટેક્નોલોજીનો ઉપયોગ ભરપુર થઇ રહ્યો છે. સોશિયલ મીડિયાના જમાનામાં ઉમેદવારોનું પ્રચાર માધ્યમ હાથવગુ બન્યુ છે. આજના આ જમાનામાં ચૂંટણી લડતા ઉમેદવારો સોશિલય મીડિયા સાથે કેવી રીતે સંકળાયેલા છે તે તરફ દ્રષ્ટિપાત કરીએ તો આ કેટેગરીમાં દહેગામ કોંગ્રેસના ઉમેદવારની ગણના ઝીરોમાં કરવી પડે છે. આ ઉમેદવાર એકપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ નથી એટલુ જ નહી પરંતુ તેઓ પોતાનું ઇ-મેઇલ એડ્રેસ પણ ધરાવતા નથી. જ્યારે બાકીના ભાજપ કોંગ્રેસના ઉમેદવાર વોટ્સએપથી લઇ ટ્વિટર સુધીના સોશિયલ મીડિયાનો ઉપયોગ બરાબર કરી રહ્યાં છે.

આ પણ વાંચો: પરિવારનો ભેદ ખુલ્યો: રીવાબા ભાજપમાંથી ચૂંટણી લડતા સસરાએ વિવાદિત વીડિયો જાહેર કર્યો

કોંગ્રેસના બાબુસિંહ ઠાકોર પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર એક્ટિવ

ઉલ્લેખનીય છે કે દહેગામના ભાજપના ઉમદેવાર બલરાજસિંહ ચૌહાણ પણ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પર સક્રિય છે. જ્યારે તેમનાથી ઉલટી કોંગ્રેસના ઉમેદવાર સોશિયલ મિડિયાથી સાવ અલ્પિત છે. અહિ કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત તેઓનું પોતાનું ઇ-મેઇલ એડ્રેસ પણ નથી. એક રીતે વખતસિંહ સોશિયલ મીડિયાના ઉપયોગમાં ઝીરો સાબિત થઇ રહ્યા છે. જ્યારે માણસાની બેઠકના ભાજપના ઉમેદવાર જયંતિભાઇ પટેલ માત્ર ધોરણ-10 ભણેલા છે. પરંતુ તે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમ પર એકાઉન્ટ ધરાવે છે અને સક્રિય પણ છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના બાબુસિંહ ઠાકોર પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર એક્ટિવ છે.

આ પણ વાંચો: સુરત: અરવિંદ કેજરીવાલના રોડ-શોને “ભંગ” કરવા SMCએ બુલ્ડોઝર મોકલ્યું

દક્ષિણના ઉમેદવાર તો પોતાની યુ ટયુબ ચેનલ પણ ધરાવે છે

જિલ્લાની પાંચેય વિધાનસભાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પૈકી સોશિયલ મીડિયામાં જો કોઇ સૌથી વધુ સક્રિય હોય તો તે ગાંધીનગર દક્ષિણના ઉમેદવાર ડો. હિમાંશુ પટેલ છે. તેઓ વ્હોટ્સએપ, ટ્વીટર, ફેસબુક ઉપરાંત પોતાના નામની વેબસાઇટ પણ ધરાવે છે એટલુ જ નહી પરંતુ તેઓની પોતાની યુટયુબ ચેનલ પણ છે. એક તરફ દહેગામ કોંગ્રેસના ઉમેદવાર સોશિયલ મીડિયાના ઉપયોગથી જોજનો દુર છે ત્યારે બીજીતરફ કોંગ્રેસના જ પરંતુ ગાંધીનગર દક્ષિણા ઉમેદવાર તમામ દસેય ઉમેદવારની સરખામણીમાં સોશિયલ મિડિયા સાથે સૌથી વધુ જોડાયેલા છે.

આ પણ વાંચો: કચ્છની રસપ્રદ ચૂંટણી લડાઈ, AAP અને AIMIMએ રાજકીય તાપમાનમાં વધારો કર્યો

સોશિયલ મીડિયાથી અલ્પીત રહેવુ એટલે, કોઇ રણપ્રદેશમાં એકલુ અટુલુ જીવન જીવવા બરાબર

કલોલના ભાજપના ઉમેદવાર બકાજી ઠાકોર પણ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના બળદેવજી ઠાકોર પણ ઉપરોક્ત સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ પર સક્રિય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતના મુખ્યમંત્રીથી વડાપ્રધાન બનવા સુધીની રાજકિય સફરમાં પણ સોશિયલ મીડિયાનો મહત્વનો ફાળો છે. તેઓ ખુદ સોશિયલ મીડિયાનો મહત્તમ સકારાત્મક ઉપયોગના હિમાયતી છે. આજના જમાનામાં સોશિયલ મીડિયાથી અલ્પીત રહેવુ એટલે, કોઇ રણપ્રદેશમાં એકલુ અટુલુ જીવન જીવવા બરાબર છે. રાજકિય પાર્ટીઓ પોતાનો એજન્ડા અને વિચારસરણી લોકો સુધી પહોંચાડવા માટે મહત્તમ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયા હોટફેવરીટ છે.

આ પણ વાંચો: પરિવારનો ભેદ ખુલ્યો: રીવાબા ભાજપમાંથી ચૂંટણી લડતા સસરાએ વિવાદિત વીડિયો જાહેર કર્યો

ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ

ગાંધીનગરની પાંચ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. તેઓ માત્ર ચૂંટણી સમયે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હોય તેવુ નથી. પરંતુ સામાન્ય દિવસોમાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે સંકળાયેલા છે. જેમાં ગાંધીનગર ઉત્તરની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્રસિંહ વાઘેલા ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ સાથે સંકળાયેલા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર રિટાબેન પટેલ પણ ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. ગાંધીનગર દક્ષિણની બેઠકના ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર પોતાનું એકાઉન્ટ ધરાવે છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર ડો. હિમાંશુ પટેલ પણ સોશિયલ મીડિયામા એક્ટિવ છે. તેઓ ટ્વીટર, ફેસબુક, વ્હોટ્સએપ, ઉપરાંત પોતાના નામની વેબસાઇટ પણ ધરાવે છે.

Back to top button