માઘ પુર્ણિમાના સ્નાનનું મહત્ત્વ જાણોઃ શેનુ કરશો દાન?


સાત જાન્યુઆરીથી માઘ માસનો પ્રારંભ થયો હતો, જે પાંચ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ આખા મહિનામાં તમારે ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ. માઘ મહિનામાં ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની કૃપા મેળવવી સરળ હોય છે. પ્રયાગરાજમાં શર થયેલો પ્રખ્યાત માઘ મેળો મહાશિવરાત્રી સુધી ચાલશે.
આ પણ વાંચો : આજે માઘ પુર્ણિમાઃ આ કામ કરવાનુ ન ભુલતા
એક તરફ માઘ મહિનો લોકોને ભગવાનની ભક્તિ કરવાની પ્રેરણા આપે છે, તો બીજી તરફ તે આરોગ્ય માટે પણ જાગૃત કરે છે. માઘ માસમાં સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં કોઈ પણ તીર્થમાં સ્નાન કરો અથવા શક્ય હોય તો પ્રયાગના સંગમમાં સ્નાન કરો. જો તમે તીર્થ સ્નાન નથી કરી શકતા, તો તમે ઘરે નિયમિત રીતે સ્નાન કરીને લાભ મેળવી શકો છો.
માઘ પુર્ણિમા અને સ્નાનના નિયમો
વ્યક્તિએ માઘ મહિનામાં ગંગા અથવા સંગમમાં સ્નાન કરવું જોઈએ. જે વ્યક્તિ આ નથી કરી શકતી તેણે નહાવાના પાણીમાં કાળા તલ મિક્સ કરીને સ્નાન કરવુ જોઇએ. આ મહિનામાં સાત્વિક આહાર લેવાનો પ્રયત્ન કરવો જોઇએ. માઘ મહિનામાં લોકો ઠંડા પાણીથી સ્નાન કરવાનું શરૂ કરે છે. કેટલીક જગ્યાએ માઘ સ્નાનનો વિશેષ મહિમાં હોય છે. આ સમય દરમિયાન વ્યક્તિએ તલ અને ગોળનું સેવન કરવું જોઈએ.
માઘ પુર્ણિમાએ આ વસ્તુઓનુ દાન કરો
માઘ મહિનામાં ભગવાન ઈન્દ્રએ ગંગામાં સ્નાન કરીને જ ગૌતમ ઋષિના શ્રાપથી મુક્તિ મેળવી હતી. આ કારણથી માઘ મહિનામાં ગંગામાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેવી માન્યતા છે. તમે માઘ પૂર્ણિમાના દિવસે પવિત્ર સ્નાન કરી શકો છો. ત્યારબાદ આજે પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ ની પૂજા કરો. વિષ્ણુ સહસ્ત્રનામ અને મધુરાષ્ટકનો પાઠ કરો. ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટે કલ્પવાસ કરો. શનિ દોષથી મુક્તિ મેળવવા માટે આજે કાળા તલનું દાન કરો અને રાહુના દોષોથી મુક્તિ મેળવવા ગરમ વસ્ત્રો કે ધાબળાનું દાન કરો. ॐ શ્રી ભાસ્કરાય નમઃ ॐ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ ॐ સૂર્યાય નમઃ ॐ ઘૃણિ સૂર્યાય નમઃ ના જાપ કરો.
આ પણ વાંચો : રાહુ-કેતુ ગોચરથી આ રાશિઓનું ભાગ્ય બદલાશેઃ કરિયર અને આર્થિક બાબતોમાં લાભ થશે