મુશ્કેલ બેઠકો પર ભાજપને કરે છે મજબૂત, 40 હજાર લોકોની ‘ટીમ મોદી’ નું જાણો સિક્રેટ કામ

ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સતત 7મી વખત જીત માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ પશ્ચિમના રાજ્યમાં ઘણી એવી બેઠકો છે જે પાર્ટી માટે મુશ્કેલ સાબિત થઈ રહી છે. હવે સવાલ એ છે કે આટલા પડકારો છતાં પણ ભાજપના પ્રયાસો ચાલુ છે અને તે સફળતા માટે કેવી તૈયારી કરી રહ્યું છે? એવા અહેવાલો છે કે ભાજપની વ્યૂહરચના પાછળ એક જૂથ કામ કરી રહ્યું છે, જેનાથી ભાજપની તકો વધી રહી છે.
આદિવાસીઓ વચ્ચે કામ કરવાનું શરૂ કર્યું
એક રિપોર્ટ પ્રમાણે, ટીમ મોદી સપોર્ટ સંઘ (TMSS)નું નામ સામે આવી રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ સંગઠનની શરૂઆત વર્ષ 2015માં ઉત્તર પ્રદેશથી કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય તેની હાજરી દ્વારા ભાજપને ચૂંટણી જીતાડવાનો છે. ખેડબ્રહ્મા ગુજરાતની મુશ્કેલ બેઠકો પૈકીની એક છે. આ સીટ પર 1995 થી ભાજપ માટે વોટ પડ્યા ન હતા, પરંતુ પાર્ટીએ પણ તેના પ્રયાસો છોડ્યા ન હતા. રિપોર્ટ પ્રમાણે, સંગઠનના જનરલ સેક્રેટરી અતુલ માકડિયા કહે છે, ‘ખેડબ્રહ્મા કોંગ્રેસનો ગઢ રહ્યો છે. તેથી અમે એક આદિવાસીને પ્રમુખ તરીકે નિયુક્ત કરવાનું કર્યું અને આદિવાસીઓ વચ્ચે કામ કરવાનું શરૂ કર્યું. અમારી સાથે વર્ષોથી 100 આદિવાસી છોકરાઓ છે, જેઓ પાર્ટી માટે કામ કરે છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી અને અમિત શાહના ભાષણ એકસરખા, જાણો શું છે કારણ
તમે કેવી રીતે કામ કરો છે?
કેટલીક બેઠકો એવી છે કે જ્યાં મતદારો ઉમેદવારથી ખુશ નથી કારણ કે પક્ષે સ્થાનિકો કરતાં બહારના લોકોને પ્રાધાન્ય આપ્યું હતું. ટીમ મોદી કહે છે કે જ્યારે પાર્ટી કેડર કે મતદારો ભાજપથી નારાજ હોય છે ત્યારે સંગઠન કામ કરે છે. TMSS ગુજરાતના પ્રમુખ પ્રવિણભાઈ નખુમે જણાવ્યું હતું કે પાર્ટી સ્થાનિક લોકોને ટિકિટ આપતા નથી અને જે જગ્યાએ સ્થાનિક લોકો ઉમેદવારનો વિરોધ કરતા હોય ત્યાં અમે જઈને તેમને સમજાવીએ છીએ કે ઉમેદવારને નહીં, પાર્ટી અને તેની વિચારધારાને જુઓ. અમે તેમને શાંત કરવા માટે અમારા નેટવર્કનો ઉપયોગ કરીએ છીએ.
આ પણ વાંચો: સુરતમાં AAP-BJPમાં ચિંતા, મતદાનની પેટર્ન જાણવા રાજકીય પક્ષોમાં મથામણ
TMSS કેટલું શક્તિશાળી છે?
સંગઠનનું કામ એવા મતદારોને પ્રભાવિત કરવાનું છે કે જેઓ ભાજપથી દૂર રહે છે અને અન્ય લોકોને મત આપે છે. સંસ્થાના ઉપપ્રમુખ હિરેન મહેતા કહે છે, “અમારી પાસે દરેક તાલુકા, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તારમાં લગભગ 40,000 સભ્યો અને પ્રમુખો છે. અમારી પાસે ભાજપ જેવા મોરચા અને વિભાગો છે. અમે 78 વિધાનસભા બેઠકો પર સક્રિય છીએ અને દરેક બેઠક પર 5,000 થી 10,000 મતોને પ્રભાવિત કરી શકીએ છીએ. આ ટીમ એવા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો માટે કામ કરી રહી છે જ્યાં પાર્ટીને વધારે સમર્થન મળ્યું નથી. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.