ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

દવાઓના અલગ કલર્સની પાછળના કારણો જાણો છો? ક્યારે થઇ શરૂઆત?

Text To Speech
  • પહેલા દવાઓ એક જ કલર અને સાઇઝની બનતી હતી
  • દવાઓમાં વપરાતા કેમિકલ્સ અને ડ્રગ્સને લીધે કલર અલગ
  • કેપ્સુલને કેપ અને કન્ટેનર મિક્સ કરીને બનાવાય છે

દવાઓ આપણા બધાની લાઇફનો મહત્ત્વનો ભાગ છે. તાવથી લઇને કોઇ મોટી કે ગંભીર બિમારી સુધી દરેક વસ્તુનો ઇલાજ દવાઓએ શક્ય કર્યો છે. તમે ક્યારેય વિચાર્યુ કે દવાના અલગ અલગ કલર્સ, શેપ અને સાઇઝ કેમ હોય છે? શું તેને બિમારી સાથે કોઇ લેવા દેવા છે? આજે જાણો ટેબ્લેટથી લઇને કેપ્સુલ સુધી બધાના રંગ અલગ અલગ શા માટે હોય છે?

દવાઓના અલગ અલગ કલર્સની પાછળના કારણો જાણો છો? ક્યારે થઇ શરૂઆત? hum dekhenge news

દવાઓના અલગ રંગ પાછળ આ છે કારણ

એવું માનવામાં આવે છે કે મિસરની સભ્યતા (ઇજિપ્તિઅન સિવિલાઇઝેશન) દરમિયાન દવાઓનો ટેબલેટ સ્વરૂપમાં ઉપયોગ થતો હતો. તે સમયે દવાઓને માટી કે બ્રેડ મિક્સ કરીને બનાવાતી હતી. ત્યારે તમામ દવાઓ એક જેવા રંગની હતી, પરંતુ 60ના દાયકા સુધી આવતા આવતા દવાઓના રંગમાં પરિવર્તન આવ્યુ. ઉલ્લેખનીય છે કે વર્ષ 1975માં સોફ્ટજેલ કેપસુલ્સ બનાવવાની ટેકનિક આવી હતી. ત્યારબાદ દવાઓની સાઇઝથી લઇને તેના રંગમાં પણ અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા. નિષ્ણાતોની વાત માનીએ તો દવાઓના રંગ અલગ અલગ હોવાના અનેક કારણ છે, જેમાં સૌથી મહત્ત્વનુ દવાઓના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ અને ડ્રગ્સ છે. આજકાલ દવાઓમાં 80,000થી વધુ કલર કોમ્બિનેશનનો ઉપયોગ થાય છે.

દવાઓના અલગ અલગ કલર્સની પાછળના કારણો જાણો છો? ક્યારે થઇ શરૂઆત? hum dekhengenews

કેપ્સુલના રંગોની પાછળનું કારણ

કેપ્સુલ મોટાભાગે બે કલરની હોય છે. તેના બે રંગને લઇને અનેક કારણો જણાવાય છે. નિષ્ણાતો કહે છે કેપ્સુલને કેપ અને કન્ટેનરને ભેળવીને બનાવાય છે. કેપ અને કન્ટેનરની વચ્ચે અંતર જાળવી રાખવા માટે બે અલગ અલગ કલરનો ઉપયોગ થાય છે. કેપનો ઉપયોગ કેપ્સુલના કન્ટેનર વાળા ભાગને ઢાંકવા માટે કરવામાં આવે છે. કેપ્સુલમાં બે અલગ રંગ હોવાનું સૌથી મોટુ કારણ જ આ છે. આ ઉપરાંત દવાઓને અલગ અલગ કંપનીઓ બનાવે છે. એવા સંજોગોમાં ડિફરન્સ કરવા માટે પણ ટેબલેટ્સ અને કેપ્સુલના રંગોને અલગ કરાય છે.

આ પણ વાંચોઃ તમારે Communication Skillsને જબરજસ્ત બનાવવી છે? તો આ વાંચો

Back to top button