New Year 2023 શરૂ થતા પહેલા જાણો નોસ્ટ્રાડેમસની આગાહીઓ
વર્ષ 2023 શરૂ થવા જઇ રહ્યુ છે. આ સમયે આ વર્ષ માટે થયેલી ભયાનક આગાહીઓ જો સાચી પડી તો વિનાશની પુરેપુરી શક્યતાઓ છે. ફ્રાન્સના જ્યોતિષી નોસ્ટ્રાડેમસે આવનારા વર્ષ 2023 માટે 500 વર્ષ અગાઉ ભવિષ્યવાણી કરી હતી. તેમના મતે 2023નું ભવિષ્ય અંધકારમય છે. 2023 માટે ફ્રેન્ચ જ્યોતિષની આગાહીઓ ખરેખર પરેશાન કરનારી, દિલધડક અને ડરાવનારી છે. નોસ્ટ્રાડેમસે 1555માં તેમનું પુસ્તક લેસ પ્રોફેસીસ પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં 942 આગાહીઓ છે. આમાંથી કેટલીક આગાહીઓ વર્ષ 2023 માટે હતી અને તે ખૂબ જ ભયાનક છે.
ઘણી આગાહીઓ હતી વાસ્તવિકતાની નજીક
ઘણીવાર એવું થયું છે જ્યારે તેમની આગાહીઓ વાસ્તવિકતાની ખૂબ નજીક આવી હતી, જેમાં લંડનની ગ્રેટ ફાયર, હિટલરના આતંકનું શાસન અને 11 સપ્ટેમ્બર જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. નોસ્ટ્રાડેમસની કેટલીક આગાહીઓ છે જે 2023માં સાચી પડી શકે છે. નોસ્ટ્રાડેમસે આગાહી કરી હતી કે જીવનનિર્વાહની સમસ્યા અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે 2022 દયનીય વર્ષ હશે. 2023 માટે તેમણે કરેલી આગાહીઓ જો સાચી પડે તો મોટી તકલીફો સર્જાશે.
2023માં એક મોટું યુદ્ધ થઇ શકે છે
નોસ્ટ્રાડેમસે 2023માં મોટા યુદ્ધની આગાહી કરી છે. યુક્રેન અને રશિયા વચ્ચેની વર્તમાન કટોકટી આવતા વર્ષે ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે. આવી સ્થિતિમાં નોસ્ટ્રાડેમસની આ ભવિષ્યવાણી સાચી સાબિત થતી જોવા મળી રહી છે.
આકાશમાંથી આગ વરસશે
નોસ્ટ્રાડેમસે તેમના અન્ય લેખમાં ‘શાહી ભવન પર આકાશી આગ’ની આગાહી કરી છે. આ આગાહી ખૂબ જ અશુભ છે. જાણકાર તેને પ્રલયનો દિવસ અથવા સમયના અંત તરીકે જુએ છે. આવા અશુભ સંકેતનો ઉલ્લેખ બાઈબલમાં પણ જોવા મળે છે. તેને ઈતિહાસના અંતની નિશાની માનવામાં આવે છે.
મંગળ પર લેન્ડિંગ
નોસ્ટ્રાડેમસે પણ પોતાની ભવિષ્યવાણીમાં એવો સંકેત આપ્યો છે કે મનુષ્ય મંગળ પર જશે. આને મંગળ પર જવાના અને ત્યાં જીવનની શોધના સંકેત માનવામાં આવે છે. તાજેતરમાં સ્પેસએક્સના ફાઉન્ડર અને ટ્વિટરના નવા માલિક એલન મસ્કે લાંબા સમયથી આગાહી કરી છે કે માનવ 2029 સુધીમાં મંગળ પર પગ મૂકશે.
આર્થિક સંકટ
કોવિડ-19ના પ્રકોપ અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને પગલે વિશ્વભરમાં આર્થિક ઉથલપાથલ છે. જેનુ નુકશાન આખી દુનિયા ભોગવી રહી છે. આ આર્થિક સંકટથી લોકોની કોસ્ટ ઓફ લિવિંગ વધશે. આ આર્થિક સંકટ વર્ષ 2023માં લોકોને વધુ પરેશાન કરશે.
ગ્લોબર વોર્મિંગ
ગ્લોબલ વોર્મિંગ કોઈ નવો મુદ્દો નથી, પરંતુ નોસ્ટ્રાડેમસે ભવિષ્યવાણી કરી છે કે 2023માં તાપમાનમાં વધારો યથાવત રહેશે અને સમુદ્રનું સ્તર વધી જશે. 2023માં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પહેલા કરતા વધુ જટિલ દેખાઇ રહી છે.
આ પણ વાંચોઃ આખી દુનિયામાં New Year કેમ 1 જાન્યુઆરીએ થાય છે START?