દાહોદ જિલ્લાના જાણો વિધાનસભા ચૂંટણીમાં રાજકીય લેખાજોખા
દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને 2 ઓક્ટોબર 1997થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે. આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે. દાહોદ જિલ્લો ગુજરાતની સરહદ પર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે.
ફતેપુરા બેઠક:
ફતેપુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. આ સાથે જ ફતેપુરા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંની 129 નંબરની બેઠક છે. ફતેપુરા વિધાનસભા દાહોદ જિલ્લાનો ભાગ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે.
ઉલ્લેખનીય છે કે આ બેઠક વર્ષ 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી છે. આ બેઠક અંતર્ગત ફતેપુરા તાલુકાના ગામો અને ઝાલોદ તાલુકાના થઈ કુલ 96 ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે.
વર્ષ 2012માં ભાજપના રમેશભાઈ ભુરાભાઈ કટારાને 57828 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના મછ્છર દિતાભાઈ ભીમાભાઈને 51564 મત મળ્યા હતા. જેમાં રમેશભાઈ ભુરાભાઈ કટારા 6264 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના કટારા રમેશભાઈ ભુરાભાઈને 60250 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના મચ્છર રઘુભાઈ દીતાભાઈને 57539 મત મળ્યા હતા. જેમાં કટારા રમેશભાઈ ભુરાભાઈને 2711 મતથી જીત્યા હતા. જેમાં ફતેપુરા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 126164 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 128470 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 11 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 254645 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
ઝાલોદ બેઠક:
ઝાલોદ તાલુકા (ભાગ) ગામો – ગરાડુ, ધવડીયા, બામબેલા, રાજાડીયા, ખેડા, આંબા ઝરણ, થુંથી કંકાસીયા, મહુડી, છાસીયા, ઘેંસવા, મગણીસર, હડમત ખૂંટા, ખરસણા, અનવરપુરા, સીતાવલી, રાજપુર, વેલપુરા, કાલીયા, મુનકરપુરા, તાલુકો ફુલપુરા, ટીમાચી, રામપુરા, રાયપુરા, ગામડી, જાફરપુરા, ચિત્રોડીયા, દેવજીની સરસવાણી, કલાજીની સરસવાણી, જેતપુર, મેલાણીયા, થેરકા, વાઘેલા, ખોડીયા, ખાખરીયા, નાનસલાઈ, બાજરવાડા, સરમરીયા, વરોદ, સાંપોબી, પેટાળ, તા.પં. મુડાહેડા, લીલવા પોકર, રણીયાર ઈનામી, લીલવા ઠાકોર, નીમે વરોડ, કુણી, સીમળીયા. ખારવાણી, વાંકોલ, લીમડી, લીલવા દેવા, માલવાસી, પીપલોદ, કાંકરા કુવા, કાચલધરા, ચાટકા, ધોળા ખાખરા, કોટડા, સાબલી, રેલીયા, ભુરા, ભુરા, ભુજ રૂપાખેડા, કરથ, નાની હાંડી, પારેવા, પીપળીયા, ડુંગરી, થાલા (લીમડી), મુંઢા, ગોલાણા, સુથાર વસા, આંબા, બીલવાણી, મોતી હાંડી, દગેરીયા, વસ્તી, પાવડી (ઈનામી), મીરાખેડી, કાલીગામ (ઈનામી), કાલીગામ (ઈનામી), ધારા ડુંગર, તાધાગોલા, દાંતિયા, રેલિયાટી ગુર્જર, ગુલતોરા, તાતરીયા, શારદા, છાયાણ ગામોનો સમાવેશ થાય છે.
વર્ષ 2012માં કોંગસના ગરાસીયા મિતેષભાઈ કાળાભાઈને 78077 મત મળ્યા હતા. તથા ભાજપના વાઘેલા ભાવસિંગભાઈ દિતાભાઈને 38004 મત મળ્યા હતા. જેમાં ગરાસીયા મિતેષભાઈ કાળાભાઈ 40073 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના કટારા ભાવેશભાઈ બાબુભાઈને 86077 મત મળ્યા હતા. તથા ભાજપના ભુરીયા મહેશભાઈ સોમજીભાઈને 60667 મત મળ્યા હતા. જેમાં કટારા ભાવેશભાઈ બાબુભાઈ 25410 મતથી જીત્યા હતા. જેમાં ઝાલોદ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 135961 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 135405 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 5 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 271371 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
લીમખેડા બેઠક:
લીમખેડા ગુજરાતનો 182 વિધાનસભા મત વિસ્તાર છે. લીમખેડા વિધાનસભા મતવિસ્તાર દાહોદ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનામત છે. આ બેઠકમાં લીમખેડા તાલુકો આખો આવરી લેવાયો છે.
વર્ષ 2012માં ભાજપના ભાભોર જશવંતસિંહ સુમનભાઈને 67219 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના બારીયા પુનાભાઈ જેસીંગભાઈને 51888 મત મળ્યા હતા. જેમાં ભાભોર જશવંતસિંહ સુમનભાઈ 15331 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ભાભોર શૈલેષભાઈ સુમનભાઈને 74078 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના તડવી મહેશભાઈ રતનસિંગને 54764 મત મળ્યા હતા. જેમાં ભાભોર શૈલેષભાઈ સુમનભાઈ 19314 મતથી જીત્યા હતા. જેમાં લીમખેડા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 110190 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 112634 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 5 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 222829 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
દાહોદ બેઠક:
દાહોદ વિધાનસભા બેઠક દાહોદ જિલ્લા અને દાહોદ લોકસભા બેઠક હેઠળ આવે છે. દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં સંતરામપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢબારીયાનો સમાવેશ થાય છે.
દાહોદ વિધાનસભા મત વિસ્તારમાં સ્માર્ટ સિટી દાહોદ અને દાહોદ અને ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિવિધ ગામોનો સમાવેશ થઇ રહ્યો છે. તેમજ ચોસલા, ખરોડા, છયાન, ભાથીવાડા, સાકરદા, ખરોડ, રેન્ટિયા, ખોડવા, જેકોટ, રામપુરા, બોરવાણી, ખજુરી, છાપરી, ઉસરવાન, ડેલસર, રાજપુર, ખરેડી, રાનાપુર બુજાર્ગ, રાણાપુર ખુર્દ, નવાગામ, રાવલી ખેડા, સહિતના ગામનો સમાવેશ થાય છે.
વર્ષ 2012માં કોંગ્રેસના વજેસિંગભાઈ પારસિંગભાઈ પનાડાને 73956 મત મળ્યા હતા. તથા ભાજપના પલાસ નાગરસિંહ કસનાભાઈને 34408 મત મળ્યા હતા. જેમાં વજેસિંગભાઈ પારસિંગભાઈ પનાડા 39546 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના પનાડા વજેસિંગભાઈ પારસિંગભાઈને 79850 મત મળ્યા હતા. તથા ભાજપના કિશોરી કનૈયાલાલ બચુભાઈને 64347 મત મળ્યા હતા. જેમાં પનાડા વજેસિંગભાઈ પારસિંગભાઈ 15503 મતથી જીત્યા હતા. જેમાં દાહોદ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 138459 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 139976 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 2 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 278437 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
ગરબાડા બેઠક:
ગુજરાતમાં જ્યાં પડે છે સૂર્યનું પહેલું કિરણ શું ત્યાં કમળ ખિલશે? ગરબાડાને છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી તાલુકાનો દરજ્જો મળ્યો છે. આ બેઠક પર છેલ્લા 10 વર્ષ કોંગ્રેસનું એક હથ્થું શાસન છે. વર્ષ 2012માં વિભાજન થતા ગરબાડાને વિધાનસભા બેઠકનો દરજ્જો મળ્યો હતો.
વર્ષ 2012માં કોંગ્રેસના બારીયા ચંદ્રિકાબેન છગનભાઈને 69295 મત મળ્યા હતા. તથા ભાજપના રાઠોડ મોહિન્દ્રાબેન અજીતસિંહને 33521 મત મળ્યા હતા. જેમાં બારીયા ચંદ્રિકાબેન છગનભાઈ 35774 મતથી જીત્યા હતા.
વર્ષ 2017માં કોંગેસના બારીયા ચંદ્રિકાબેન છગનભાઈને 64280 મત મળ્યા હતા. તથા ભાજપના ભાભોર મહેન્દ્રભાઈ રમેશભાઈને 48152 મત મળ્યા હતા. જેમાં બારીયા ચંદ્રિકાબેન છગનભાઈ 16128 મતથી જીત્યા હતા. જેમાં ગરબાડા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 143421જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 146872 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 0 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 290293 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
દેવગઢ બારીયા બેઠક:
દાહોદ જિલ્લામાં વિધાનસભાની કુલ 6 બેઠકોમાંથી પાંચ બેઠકો આદિજાતિ માટે અનામત છે. જ્યારે દેવગઢ બારીયા એક માત્ર સામાન્ય બેઠક છે. તો ચાલો નજર કરીએ મતદરો અને રાજકીય સમીકરણોની નજરે અતિ મહત્વની ગણાતી દેવગઢ બારિયા બેઠકની સ્થિતિ પર.
વર્ષ 2012માં ભાજપના બચુભાઈ મગનભાઈ ખાબડને 113582 મત મળ્યા હતા. તથા એનસીપીના ચૌહાણ ભૂપેન્દ્રસિંહ ચીમનસિંહને 29829 મત મળ્યા હતા. જેમાં બચુભાઈ મગનભાઈ ખાબડ 83753 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ખાબડ બચુભાઈ મગનભાઈને 103873 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના વખાળા ભરતસિંહ પ્રતાપભાઈને 58179 મત મળ્યા હતા.
જેમાં ખાબડ બચુભાઈ મગનભાઈ 45694 મતથી જીત્યા હતા. જેમાં દેવગઢ બારીયા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 130995 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 135084 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 2 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 266081 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.