ગુજરાતની 7 કરોડની વસ્તી સામે જાણો કેટલી છે મોબાઇલ વપરાશકારોની સંખ્યા
- ટ્રાઈના ડેટા મુજબ ગુજરાતમાં ટેલી ડેન્સિટી 92.24% જેટલી છે
- 94% લોકો સક્રિય રીતે મોબાઈલનો વપરાશ કરી રહ્યા છે
- રાજ્યમાં મોબાઇલ વપરાશકારોની સંખ્યામાં 3.39 લાખનો વધારો થયો
ગુજરાતની 7 કરોડની વસ્તી સામે 6.64 કરોડ લોકો પાસે મોબાઇલ છે જે ટ્રાઈ રિપોર્ટમાં સામે આવ્યું છે. રાજ્યમાં મોબાઇલ સબસ્ક્રાઇબર્સમાંથી 94% લોકો મોબાઇલ વાપરે છે. વાર્ષિક ધોરણે રાજ્યમાં મોબાઇલ વપરાશકારોની સંખ્યામાં 3.39 લાખનો વધારો થયો છે. ગત વર્ષેની સરખામણીએ મોબાઇલ વપરાશકારોની 1.55 કરોડનો વધારો થયો છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMC દ્વારા ઇજનેરથી લઇ સફાઇ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ નોટિસ
94% લોકો સક્રિય રીતે મોબાઈલનો વપરાશ કરી રહ્યા છે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ્ ઇન્ડિયા (ટ્રાઈ)એ ડિસેમ્બર 2023 માટેના ટેલિકોમ સબસ્ક્રિપ્શનના આંકડા જાહેર કર્યા હતા. આ આંકડા મુજબ ગુજરાતમાં મોબાઇલ યૂઝર્સની સંખ્યા 6.64 કરોડથી (6,64,05,351) વધારે થઇ છે. ગુજરાતમાં ડિસેમ્બર 2022ના 6.60 કરોડની સરખામણીએ મોબાઇલ વપરાશકારોની સંખ્યામાં 3,39,480 યૂઝર્સનો વધારો થયો છે. જયારે નવેમ્બર 2023ની સરખામણીએ મોબાઇલ સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં 3,08,881 જેવો વધારો થયો છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં જેટલા મોબાઈલ સબસ્ક્રાઇબર્સ છે તેમાંથી 94% લોકો સક્રિય રીતે મોબાઈલનો વપરાશ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ડોર ટુ ડોર છાણા એકત્રિત કરાશે, હવે છાણમાંથી પશુપાલકો કમાણી કરી શકશે
ટ્રાઈના ડેટા મુજબ ગુજરાતમાં ટેલી ડેન્સિટી 92.24% જેટલી છે
ટ્રાઈના ડેટા મુજબ ગુજરાતમાં ટેલી ડેન્સિટી 92.24% જેટલી છે, જેનો અર્થ એ થયો કે ગુજરાતમાં લગભગ અબાલ-વૃદ્ધ તમામ વયજૂથના લોકો પાસે મોબાઇલ ફેન છે. રાજ્યની ટેલી ડેન્સિટી નેશનલ એવરેજ 85% કરતા પણ વધુ છે. આ મામલે ગુજરાત દેશમાં 9માં ક્રમે છે જયારે દિલ્હી 278% સાથે પહેલા, 122% સાથે કેરલા બીજા અને 120% સાથે હિમાચલ પ્રદેશ ત્રીજા સ્થાને છે. રાજ્યમાં વાયરલાઇન સબસ્ક્રાઇબર્સની સંખ્યા ડિસેમ્બર 2023માં 14.52 લાખને પાર કરી ગઈ છે. ગત વર્ષના સમાન ગાળાની તુલનામાં તેની સંખ્યામાં 2,80,611 સબસ્ક્રાઇબર્સનો વધારો થયો છે.