દિવાળીધર્મ

જાણો ધન તેરસ સાથે જોડાયેલ પૌરાણીક કથા અને મહત્વ !

Text To Speech

દિવાળીના બે દિવસ પહેલા ધન તેરસ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે સોનું અને વાસણો ખરીદવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. 5 દિવસના દિવાળી તહેવારની શરૂઆત ધન તેરસથી થાય છે. આ વખતે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 22 ઓક્ટોબર 2022ના દિવસે છે.

ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. પ્રકાશનો તહેવાર દિવાળી 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે દિવાળી પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા કરવાથી પૈસા અને અનાજની કોઈ તંગી નથી રહેતી અને લક્ષ્મી-ગણેશની મૂર્તિ પણ આ દિવસે ઘરમાં લાવવી જોઈએ.

જાણો ધન તેરસ સાથે જોડાયેલ પૌરાણીક કથા અને મહત્વ !- humdekhengenews

ધન તેરસ શા માટે ઉજવવામાં આવે છે?

પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે સમુદ્ર મંથન દરમિયાન આયુર્વેદના પિતા ભગવાન ધનવંતરી પ્રગટ થયા હતા, ત્યારે તેમના હાથમાં પિતળનો અમૃતથી ભરેલો કળશ હતો. આ કળશનું અમૃત પીને દેવતાઓ અમર બની ગયા. તેથી ધન તેરસ પર ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. તેમજ વાસણો કે ઘરેણાં ખરીદવાની પરંપરા પણ શરૂ થઈ હતી. ધનવંતરી કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રગટ થયા હતા. આ કારણે આ તિથિએ ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. ભગવાન ધનવંતરીને પણ ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ધનવંતરીની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. આ સાથે ભગવાન ધનવંતરીને ઔષધિના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધન તેરસના દિવસે ભગવાન ધનવંતરી, માતા લક્ષ્મી અને ધન-કુબેરનું પૂજન કરાય છે. આ દિવસે કોઈ નવી વસ્તુ ખરીદવી ખૂબ જ શુભ ગણાય છે. ખાસ કરીને જો ધન તેરસના દિવસે સોના કે ચાંદીની ખરીદી કરાય તો તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ નવું વાહન કે ભૂમિ પણ ધન તેરસના રોજ લેવુ શુભ ગણાય છે.

આ પણ વાંચો : ચોખાના લોટ અને મેરીગોલ્ડના ફૂલોથી બનાવો અદ્ભુત રંગોળી !

જાણો ધન તેરસ સાથે જોડાયેલ પૌરાણીક કથા અને મહત્વ !- humdekhengenews

ધન તેરસ પૂજા વિધિ

ધન તેરસના દિવસે ભગવાન ધનવંતરી, મા લક્ષ્મી પૂજન અને ધન-કુબેરની પૂજા કરવામાં આવે છે. આ પૂજા સાંજે કરવામાં આવે છે. આ દરમિયાન મંદિરમાં તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે અને તેમનો અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવીને ફૂલ અને ફળ અર્પણ કરો. આ પછી ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીને સફેદ મીઠાઈ ચઢાવો. ધ્યાન રાખો કે ભગવાન ધનવંતરીને પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ.

આ પણ વાંચો : ચોખાના લોટ અને મેરીગોલ્ડના ફૂલોથી બનાવો અદ્ભુત રંગોળી !

ધન તેરસ પર પૂજાનું શુભ મુહૂર્ત

ધન તેરસના દિવસે લક્ષ્મી પૂજન માટેના શુભ મૂહર્ત સવારે 8.04 થી શરુ થઈને રાત્રીના 12.31 સુધી ચાલશે. જેમાં સવારે 8.04 થી 9.30 સુધી શુભ, બપોરે 12.23 થી 04.42માં ચલ,લાભ અને અમૃત મૂહર્ત છે. જયારે સાંજે 06.08 થી 07.42 સુધી લાભ અને રાત્રે 09.16 થી 12.31 સુધી શુભ અને અમૃત મૂહૂર્ત છે.

જાણો ધન તેરસ સાથે જોડાયેલ પૌરાણીક કથા અને મહત્વ !- humdekhengenews

ધન તેરસ પર બની રહ્યા છે આ યોગ

આ દિવસે શનિ મકર રાશિમાં માર્ગી થવાના છે તેમજ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. જેનાથી આ ધન તેરસને લોકોને બમણો લાભ અપાવનારી માનવામાં આવી રહી છે. કેટલાકને ધન-સંપત્તિના મામલે પણ લાભ જ લાભ થવાનો છે.

Back to top button