જાણી લો, દાદા સાહેબ ફાળકે એવોર્ડનો રસપ્રદ ઈતિહાસ….


બોલિવૂડના ગુજરાતી એક્ટ્રેસ આશા પારેખને આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા ફિલ્મ જગતને અપાતો આ સર્વોચ્ચ એવોર્ડ છે. દાદા સાહેબ ફાળકેએ 1913માં ભારતની પ્રથમ ફૂલ લેન્થ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર બનાવી હતી. ભારતીય ફિલ્મ જગતમાં તેમનું અનન્ય પ્રદાન છે. માટે ભારત સરકારે 1969માં તેમના નામે આ એવોર્ડની શરૃઆત કરી હતી.
એ વર્ષે સૌથી પહેલો એવોર્ડ વિતેલા યુગના એક્ટ્રેસ દેવીકા રાણીને અપાયો હતો. આ એવોર્ડમાં સ્વર્ણ કમળનું ચિહ્ન ધરાવતો મેડલ અને 10 લાખ રૃપિયા આપવામાં આવે છે. ભારતીય ફિલ્મ જગતના વિકાસમાં જેમનું અનન્ય પ્રદાન હોય એવા કલા જગતના સિતારાઓને આ એવોર્ડ આપવામાં આવે છે.
અત્યાર સુધી 51 વ્યક્તિઓને આ એવોર્ડ અપાયો છે
એવોર્ડ વિજેતાઓમાં પૃથ્વીરાજ કપૂર, સોહરાબ મોદી, સત્યજીત રાય, અશોક કુમાર, લતા મંગેશકર, દિલીપ કુમાર, બી.આર.ચોપરા, દેવ આનંદ, પ્રાણ, શશી કપૂર, અમિતાભ વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લો એવોર્ડ સમારોહ 2019માં યોજાયો હતો જ્યારે સાઉથના સુપર સ્ટાર રજનિકાંતને સન્માનાયા હતા.