ગુજરાતમાં એક વર્ષમાં એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યામાં જાણો કેટલો થયો વધારો
- ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં ભણવા જવાનો ક્રેઝ ગુજરાતના વિદ્યાર્થીઓમાં વધ્યો
- લોનની રકમમાં વિતેલા બે-ત્રણ વર્ષોમાં સતત વધારો જોવા મળ્યો છે
- વર્ષ 2022-23માં 18,415 વિદ્યાર્થીઓએ રૂ. 1,252 કરોડની લોન લીધી હતી
ગુજરાતમાં એક વર્ષમાં એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યામાં વધારો થયો છે. જેમાં રાજ્યમાં એક વર્ષમાં 21,810 વિદ્યાર્થીઓએ રૂ.1,951 કરોડની શૈક્ષણિક લોન લીધી હતી. તેમજ એક વિદ્યાર્થી દીઠ લોનની રકમ રૂ.6.79 લાખથી વધીને રૂ.8.94 લાખ થઇ છે. તથા એક વર્ષમાં લોન લેનારાઓની સંખ્યામાં 18.43% અને લોનની રકમમાં 55.83%નો વધારો થયો છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેર પોલીસે પાસાની કાર્યવાહીમાં જૂન-2024માં રેકોર્ડ સર્જયો
લોનની રકમમાં વિતેલા બે-ત્રણ વર્ષોમાં સતત વધારો જોવા મળ્યો છે
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં ભણવા જવાનો ક્રેઝ ગુજરાતના વિદ્યાર્થીઓમાં ઉત્તરોત્તર વધી રહ્યો છે અને તેના કારણે એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યા અને લોનની રકમમાં વિતેલા બે-ત્રણ વર્ષોમાં સતત વધારો જોવા મળ્યો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ નાણાકીય વર્ષ 2023-24 માટે જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતમાંથી 21,810 વિદ્યાર્થીઓએ રૂ.1951 કરોડની એજ્યુકેશન લોન લીધી હતી. એક વર્ષમાં લોન લેનારાઓની સંખ્યામાં 18.43% અને લોનની રકમમાં 55.83%નો વધારો થયો છે. વર્ષ 2022-23માં 18,415 વિદ્યાર્થીઓએ રૂ. 1,252 કરોડની લોન લીધી હતી.
એજ્યુકેશન લોન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા અને લોનની રકમમાં વધારો થયો
ગુજરાતમાં એજ્યુકેશન લોનની સ્થિતિ જાણવા વિતેલા 10 વર્ષના આંકડાનું સંકલન કરતા જાણવા મળ્યું કે કોરોનાના વર્ષ 2019-20 સુધીમાં એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યા વધતી હતી. આ વર્ષમાં 39,902 વિદ્યાર્થીઓએ રૂ. 1,259 કરોડની શૈક્ષણિક લોન લીધી હતી. ત્યારબાદ ભારત સહિત દુનિયાભરમાં કોવિડ લોકડાઉનના કારણે 2020-21માં આ સંખ્યા ઘટીને 29,335 થઇ હતી. કોવિડની સાથે સાથે રશિયા-યુક્રેન વોરના કારણે જીઓ-પોલિટીકલ સ્થિતિ બગડતા આ આંકડો 2021-22માં ઘટીને 16,275 પર આવી ગયો હતો અને એજ્યુકેશન લોનની રકમ પણ ઘટીને રૂ.1,044 કરોડ થઇ હતી. જોકે ત્યારબાદ સ્થિતિ સુધારતા વિતેલા એજ્યુકેશન લોન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા અને લોનની રકમમાં વધારો થયો છે.