ષટતિલા એકાદશી ક્યારે આવશે? જાણો આ દિવસે તલનું મહત્ત્વ?


- ષટતિલા એકાદશી એક દિવ્ય તિથિ છે. આ દિવ્ય તિથિ પર તલનો વિશેષ ઉપયોગ કરવાથી તમારા જીવનમાં ગ્રહોના કારણે આવનારી અડચણો દૂર થઈ શકે છે. આ વખતે ષટતિલા એકાદશી 6 ફેબ્રુઆરી, મંગળવારે છે.
એકાદશીની તિથિ વિષ્ણુ ભગવાનને પ્રિય હોય છે. પોષ વદમાં આવતી એકાદશીને ષટતિલા એકાદશી કહેવાય છે. આ દિવસે એકાદશીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને કુંડળીમાં અશુભનો પણ નાશ થઈ શકે છે. જ્યોતિષના મતે આ દિવ્ય તિથિ પર તલનો વિશેષ ઉપયોગ કરવાથી તમારા જીવનમાં ગ્રહોના કારણે આવનારી અડચણો દૂર થઈ શકે છે. આ વખતે ષટતિલા એકાદશી 6 ફેબ્રુઆરી, મંગળવારે છે.
તલનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
તલ એ છોડમાંથી મળી આવતું બીજ છે. તેની અંદર તૈલીય ગુણો જોવા મળે છે. તલ બે પ્રકારના હોય છે. સફેદ અને કાળા તલ. તલ રોગનાશક, વાતનાશક અને કેશવર્ધક છે. તલ કેલ્શિયમની કમીને પૂર્ણ કરે છે. તેના ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો, પૂજાના દીવા અને પિતૃકાર્યમાં તલના ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે. શનિની સમસ્યાઓના નિવારણ માટે પણ કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે.
ષટતિલા એકાદશી વ્રતના નિયમો
આ વ્રત બે રીતે કરી શકાય છે. નિર્જલા અને ફળાહાર પર રહીને. સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિએ જ નિર્જલા વ્રતનું પાલન કરવું જોઈએ. સામાન્ય લોકોએ ફક્ત ફળ કે પાણી પીવાનું વ્રત રાખવું જોઈએ. આ વ્રત દરમિયાન તલ સ્નાન પણ કરવું જોઈએ. આ દિવસે તલ યુક્ત પાણી અને તલ યુક્ત ખોરાકનું સેવન કરો.
ષટતિલા એકાદશીની પૂજા પદ્ધતિ
સવારે સ્નાન કર્યા બાદ સૂર્યને તલ મિશ્રિત જળ અર્પિત કરો. ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને ફળ, ફૂલ, ધૂપ વગેરે ચઢાવો. ષટતિલા એકાદશી વ્રતની પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને તલમાંથી બનાવેલી વસ્તુઓ અર્પણ કરો. વ્રત રાખ્યા પછી રાત્રે ભગવાન વિષ્ણુની પૂજા કરો. રાત્રે જાગરણ પણ કરો. દ્વાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરો.
આ પણ વાંચોઃ Tendulkar I Miss You લખેલી ટીશર્ટ પહેરીને જઈ રહેલા ફેનને મળ્યા તેંડુલકર, જૂઓ વીડિયો