ધર્મ

જાણો માગશર માસમાં થતી શંખ પૂજાનું મહત્વ !

માગશર માસમાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે શંખની પૂજા કરવામાં આવે છે. સામાન્યતઃ એવું માનવામાં આવે છે કે માગશર માસમાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે – સાથે શંખની પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીજીની કૃપા બની રહે છે.

હિંદુ ધર્મ ગ્રંથ અનુસાર માગશર માસની શરૂઆત 24 નવેમ્બર 2022ના રોજ થશે. જે રીતે અંગ્રજી કેલેન્ડરમાં 12 મહિના હોય છે. એ જ રીતે ગુજરાતી કેલેન્ડરમાં પણ 12 મહિના આવેલા છે. જેમાંથી માગશર માસને અગન માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકવાયક મુજબ માગશર માસથી જ સતયુગની સ્થાપના થઇ હતી. અગન માસ ભગવાન શ્રી કૃષ્ણનનો પ્રિય માસ માનવામાં આવે છે. આ માસમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. અગન માસમાં શંખની પૂજાનું વિશેષ મહત્વ છે. માગશર માસમાં શંખની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે તો શ્રી કૃષ્ણ જ નહિ પરંતુ માતા લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે. આવો જાણીએ શંખના અસરકારક ઉપાયો શું છે.

માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માંગતા હોય તો માગશર માસમાં દરરોજ શંખની પૂજા કરવી જોઈએ. ઘરના મંદિરમાં કે પૂજા સ્થળ પર શંખની સ્થાપના કરો અને તેની વિધિવત પૂજા કરવી. શંખની પૂજા કરવાથી ધન-ધાન્યની સાથે સુખ-સમૃદ્ધિ પણ આવે છે.

જાણો માગશર માસમાં થતી શંખ પૂજાનું મહત્વ -HUMDEKHENGENEWS

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા દક્ષિણાવર્તી(એક પ્રકરનો શંખ) શંખમાં દૂધ ભરી તેનો અભિષેક ભગવાન વિષ્ણુ પર કરવો જોઈએ. આ રીતે અભિષેક કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.

આ પણ વાંચો :કેવી રીતે જાણશો તમારી ધન રેખા વિશે !

જો તમારી કુંડળીમાં દોષ છે તો આવા લોકોએ ખાસ માગશર મહિનામાં શંખ પૂજા કરવી જોઈએ. તેમાં પણ ખાસ કરીને જે જાતકોની કુંડળીમાં શુક્ર દેવ કમજોર હોય તો તે જાતકોએ માગશર માસમાં શંખની પૂજા અવશ્ય કરવી જોઈએ. આ માટે સફેદ કાપડમાં શંખની સાથે અક્ષત (ચોખા) અને પતાશા બાંધીને વહેતી નદી કે વહેતા પાણીમાં વિસર્જિત કરવું જોઈએ.

જાણો માગશર માસમાં થતી શંખ પૂજાનું મહત્વ -HUMDEKHENGENEWS

અગન માસમાં શંખનું દાન કરવું લાભદાયક સાબિત થાય છે. જો શક્ય હોય તો શ્રી વિષ્ણુ ભગવાનના મંદિરમાં શંખનું દાન કરવામાં આવે તો જાતકોના કુંડળીમાં કોઈ પણ દોષ હોય તો તે દૂર થાય છે.

આ પણ વાંચો બનાસકાંઠા : ડીસા મોદી સમાજ દ્વારા બહુચર માતાના મંદિરે રસ-રોટલી પ્રસાદનું આયોજન

સામાન્યતઃ શંખના ઘણા પ્રકાર હોય છે. પરંતુ માગશર માસમાં મોતી શંખનું વિશેષ મહત્વ છે. આ શંખને તમારી તિજોરીમાં રાખવો જોઈએ. આ શંખની સાથે હલ્દી અને કાચા અક્ષત પણ કપડામાં બાંધીને મુકવાથી લાભ થાય છે. આ પ્રયોગ કરવાથી ઘરમાં બરકત આવશે અને ધન-ધાન્યનો લાભ થશે.

Back to top button