

- ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું
- પૂર્વ નાણાં મંત્રી વજુભાઇ વાળાએ 18 વખત બજેટ રજૂ કર્યું
- ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ અમદાવાદથી રજૂ કરાયુ હતુ
15 મી વિધાનસભાનું પ્રથમ બજેટ ગૃહમાં રજૂ થવાનું છે. ત્યારે રાજ્યના ખેડૂતો, મહિલાઓ, યુવાનો તથા મધ્યમ વર્ગ માટે સરકાર શું નવું લાવે છે તેના પર સૌ કોઇની નજર છે. ગુજરાતના ઇતિહાસનું આ ઐતિહાસિક બજેટ હશે તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે સરકાર સામાન્ય નાગરિકો માટે કેટલી ખરી ઉતરશે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે. આ બજેટમાં પ્રવાસન માટે તથા ટુરિઝમ ક્ષેત્રે વિશેષ બજેટ ફાળવવામાં આવે તેવું લાગી રહ્યું છે.તેમજ સ્ટેમપ ડ્યુટી જેવા મોટા મુદા્ઓ પર આ બજેટમાં શું ખાસ હશે તેની દરેક વ્યક્તિ રાહ જોઈને બેઠી છે.
આ પણ વાંચો : 15મી વિધાનસભાનું આજે પ્રથમ બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે અંદાજપત્ર
ગુજરાત બજેટનો ઈતિહાસ
1 મે 1960 ના રોજ મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. એ સમયે તેઓ મુખ્યમંત્રી પણ હતા અને નાણાં મંત્રીનો હવાલો પણ તેઓ જ સંભાળતા હતા. ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદથી રજૂ કરવામાં આવ્યું હતું.
ક્યા નાણામંત્રીએ કેટલી વાર રજૂ કર્યું બજેટ ?
અત્યાર સુધીમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં મંત્રી વજુભાઇ વાળા કે જેઓએ 18 વખત બજેટ રજૂ કર્યું છે. તે ગુજરાતમાં સૌથી વધારે બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી છે. કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીના કાર્યકાળમાં 1998 થી લઈ 2001 સુધી અને ત્યાર બાદ વર્ષ 2002થી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન 18 વખત વજુભાઈ વાળાએ બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું.