બૃજભૂષણ શરણ સિંહ ગોંડાના રહેવાસી અને કૈસરગંજ સીટ પરથી ભાજપાના સાંસદ છે. બૃજભૂષણ સિંહ 6 વારથી સાંસદ બનતા આવ્યા છે. 2011 થી તેઓ ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ છે. બૃજભૂષણ સિંહનો પહેલાથી જ વિવાદો જોડે તેમનો જૂનો નાતો રહ્યો છે. આના પહેલા પણ તેમણે એક મંચ પર એક પહેલવાન ને થપ્પડ મારી હતી.
આ પણ વાંચો : બજરંગ પુનિયાએ કર્યો મોટો દાવો, ‘રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વિદેશ ભાગી શકે છે’
ગઈકાલથી જંતર મંતર પર બેઠેલા 30 જેટલા નામચીન પહેલવાનોએ બૃજભૂષણ પર અને અન્ય બીજા કોચ પર મહિલા રેસલર્સના યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા છે. ધરણા પર બેઠેલા પહેલવાનોમાં બજરંગ પુનિયા, સાક્ષી મલિક, વીનેશ ફોગટ, સરિતા મોર અને સુમિત મલિક જેવા મોટા નામચીન પહેલવાનો છે, જેમને સમય સમય પર ઓલમ્પિક થી લઈને કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તીની કેટલીય વૈશ્વિક પ્રતિયોગીતમાં ભારત તરફથી ભાગ લઈને દેશને મેડલ જીતાડીયા છે અને દેશનું ગૌરવ અને માન સમગ્ર દુનિયામાં વધાર્યું છે.
આ પણ વાંચો : પીએમ મોદીએ કર્ણાટકની જનતાને આપી 10 હજાર 800 કરોડની ભેટ
આ પહેલી વાર નથી બન્યું જ્યારે બાહુબલી બૃજભૂષણ શરણ સિંહ ચર્ચામાં કે વિવાદોમાં આવ્યા હોય, આના પહેલા પણ તેમણે એક પહેલવાન ને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. તેઓ 2011 થી કુશ્તી મહાસંઘના અધ્યક્ષ છે. રાજનીતિ સિવાય તેઓ કુશ્તી અને પહેલવાની ના પણ શોખીન છે. બાળપણમાં અને જવાનીમાં તેમણે કુશ્તી અને પહેલવાની માં અનેક વાર હાથ અજમાઈ ચૂક્યા છે. 1980 ના સમયમાં તેમણે રાજનીતિની શરૂઆત કરી અને 1998 માં ભાજપમાં જોડાયા, જ્યારે રામ મંદિર માટે આંદોલન થયું હતું ત્યારે તેમની ઉગ્ર હિન્દુત્વ છબીને લીધે તેમાં વિસ્તારમાં લોકપ્રિય થયા હતા.
બૃજભૂષણ શરણ સિંહ પહેલી વાર 1991 માં ચુંટણી લડ્યા હતા, ત્યારબાદ તેમણે રાજનીતિમાં ક્યારેય પાછડ ફરીને જોયું નથી. 2009 ની લોકસભાની ચુંટણીમાં તેમણે સમાજવાદી પાર્ટીમાંથી ચુંટણી લડી અને જીત્યા હતા. સમાજવાદી પાર્ટી જોડે મતભેદ થતાં 2014 લોકસભા ચુંટણી પહેલા ફરીથી ભાજપ માં જોડાય હતા અને ત્યાર બાદ 2014 અને 2019 બંને લોકસભામાં વિજયી થાય હતા.