નવરાત્રીના ચોથા નોરતે જાણો માતા ભદ્રકાળીનો મહિમા !
ભદ્રકાળી મંદીરની સ્થાપના અહેમદશાહે કરી એ પહેલા લગભગ 1000 વર્ષે પૂર્વે દેવી ભદ્રકાળી અમદાવાદમાં બિરાજમાન છે. કર્ણદેવે જયારે કર્ણાવતી નગરીની સ્થાપના કરી એ સાથે જ નગરની મધ્યમાં દેવી ભદ્રકાળીના મંદીરની પણ સ્થાપના કરી હતી, પરંતુ મોગલોના શાસન દરમિયાન આ મંદિરને ઘણી રીતે નુકસાન પહોચાડવામાં આવ્યું, મૂર્તિઓને પણ નષ્ટ કરી દેવામાં આવી. તેનું પરિણામ પણ તેમને ભગવવું પડ્યું હતું.
આજે તમે જે જગ્યા પર દેવી ભદ્રકાળીનું મંદિર જોઈ રહ્યા છો. તે મંદીરની બદલાયેલી જગ્યા છે. આ મંદિર પહેલા માણેક ચોક વિસ્તારમાં આવેલું હતું. મોગલો દ્વારા જયારે મંદિરને નષ્ટ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે દેવી ભાદ્રકાળીની મૂર્તિને ભદ્રના કિલ્લામાં લાવીને સંતાડી દેવામાં આવ્યા હતાં અને ત્યાર પછી બ્રિટીશ શાસનમાં પેશ્વાઓએ મંદીરની સ્થાપના એ જ જગ્યા ઉપર કરવામાં આવી. જ્યાં આજે ભદ્રકાળીનું મંદિર તમે જોઈ રહ્યા છો.
એક દંતકથા અનુસાર આવું કેહવાય છે કે, એક સમયે દેવી લક્ષ્મી અતિ સ્વરૂપવાન કન્યાનું રૂપ ધારણ કરી અને બાદશાહના મહેલ પાસે આવ્યા હતાં અને તેઓ અમદાવાદને કાયમ માટે છોડીને ચાલ્યા જવાનું નક્કી કરીને જે આવ્યા હતાં. તેમને કિલ્લાના દરવાજા પાસે આવી અને દ્વારપાળને દરવાજો ખોલવા વિશે જણાવ્યું ત્યારે દ્વારપાલે વિનમ્રતાથી તેમનો પરિચય અને આવવાનું કારણ પૂછ્યું, દેવીઇ પોતે લક્ષ્મી હોવાનું જણાવ્યુંસાથે ટે આ નગરી છોડીને હંમેશને માટે ચાલ્યા જવાના છે એ વાત પણ જણાવી. આ સાંભળી દ્વારપાળ ચિતામાં પડી ગયો અને તેને એક યુક્તિવાપરી, દેવી પાસે વચન માગ્યું કે એ બાદશાહની પરવાનગી લઈને જ્યાં સુધી પાછો ના ફરે ત્યાં સુધી તેઓ અહિયાથી જાય નહિ, દેવીએ પરવાનગી આપતા દ્વારપાળ બાદશાહને આ વાત કહેવા માટે ગયો, પરંતુ દ્વારપાળે પોતાનું માથું ઘડથી અલગ કરી અને મૃત્યુને વાહારી લીધું જેના કારણે એ ક્યારેય પાછો ફર્યો નહિ અને દેવીને નગરમાં હંમેશને માટી રોકાઇ જવું પડ્યું.
આ દ્વારપાળ સૈનિકનો પાળિયો પણ ભદ્રકાળી વિસ્તારમાં આવેલો છે જ્યાં આજે મોટી સંખ્યામાં પાથરણા અને લારીઓ વાળાપોતાની રોજી રોટી કમાય છે. આ પાથરણાવાળા અને લારીઓ વાળા દેવી ભદ્રકાળી સાથે એ સૈનિકની સમાધિની પણ પૂજા કરે છે.
આજે પણ ભદ્રકાળી મંદિર એટલું જ માહાત્મ્ય છે અને જેણે નાગર્દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, આજે પણ હજારોની સંખ્યામાં ભક્તો દેવીના દર્શન માટે આવે છે. માતાજી તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે.
ધાર્મિક માહાત્મ્ય
ગુજરાતમાં વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે 13મી સદીમાં સ્થાપિત કરેલા ભદ્રકાળી માતાને અમદાવાદની નગરદેવી કહેવામાં આવે છે. અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને ભદ્રના પાથરણા બજારમાં શહેરમાંથી કે બહારગામથી ખરીદી માટે આવતા લોકો આજે પણ સૌથી પહેલા મા ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા અવશ્ય જાય છે. મુઘલ શાસકો, અહેમદશાહ બાદશાહ, મરાઠા શાસકો અને બ્રિટિશ અમલદારો પણ મા ભદ્રકાળીમાં ઊંડી આસ્થા ધરાવતા હતા.
ઐતિહાસિક માહાત્મ્ય
રાજા કર્ણદેવે અમદાવાદના આસા ભીલને પરાસ્ત કર્યો ત્યારબાદ સાબરમતી નદીના કિનારે કર્ણાવતી નગરી સ્થાપી. ત્યારબાદ અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં અમદાવાદ શહેર વસાવ્યું અને શહેરના રક્ષણ માટેનો કોટ વિસ્તૃત કર્યો. એ કોટ ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો અને કિલ્લાની રક્ષા મા ભદ્રકાળી કરે છે તેમ કહેવાય છે. મા ભદ્રકાળીનો પરચો થતાં મુઘલ સુબા આઝમખાને દર નવરાત્રિમાં માતાને ચુંદડી ચઢાવવાની પરંપરા શરૂ કરી હતી.
ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે પણ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા અને એ વખતના પૂજારીએ સહજાનંદ સ્વામીને આપેલી માતાજીની ચુંદડી આજે પણ કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરના ગોખમાં સચવાયેલી છે. બળવંતરાય મહેતાને બાદ કરતાં રાજ્યના દરેક મુખ્યપ્રધાનો આ મંદિરે દર્શન કરવા આવી ચૂક્યા છે.
આઠમનું મહત્વ
નવરાત્રિમાં આઠમના દિવસે ભદ્રકાળી મંદિરનું અનેરુ મહત્વ હોય છે. કે અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરદેવી તરીકે સાક્ષાત બિરાજમાન છે. નવરાત્રીમાં 64 જોગણીઓ બહાર ફરવા નીકળે છે. જેથી ભક્તો માતાજીના આશિર્વાદ લેવા અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી માતાજીના દર્શને આવતા હોય છે અને દિલથી માતાજીના દર્શન અને સેવા કરે છે. આઠમ અને નોમના દિવસે માતાજીના દર્શનનો લાહવો લેવા જેવો છે. જેથી ભક્તોની ભારે ભીડ આઠમ અને નોમમાં રહે છે. ભદ્રકાળી મંદિરે રાત્રે આઠમનો હવન શરુ થશે જે સવારે પૂર્ણ થશે.
આ પણ વાંચો: બોલ માડી અંબે જય જય અંબે! જાણો માં અંબાનો ઇતિહાસ
દિવાળીનાં એક દિવસ પૂર્વે અમદાવાદનાં સહુથી જુના અને સસ્તા ભદ્ર પાથરણા બજાર ખાતે છેલ્લા ઘડીની ખરીદી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભદ્ર ખાતે ગુજરાતનાં તમામ જિલ્લાઓ અને અમદાવાદ મહાનગરથી ખરીદી કરવા ઉમટી પડતા અનોખો નજારો સર્જાયો હતો.