જાણો પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના સંત દ્વારની ખાસિયતો
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે શરુ ઉજવાય રહ્યો છે. આ માટે 600 એકર જમીન પર પ્રમુખસ્વામી નગર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ વિભાગો પણ. તેમજ આ નગરમાં પ્રવેશ માટે 7 પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રમુખસ્વામી નગરનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 14 ડીસેમ્બરથી શરુ થયેલ આ મહોત્સવ 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. તેમજ 15 ડીસેમ્બરથી આ મહોત્સવ જાહેરજનતા માટે ખુલો મુકાયો હતો.ગતરોજ અમિત શાહ અને અન્ય ઉદ્યોગપતિઓ પણ આ મહોત્સવમાં જોવા મળ્યા.
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ છે. તેમજ બાળકો માટે ગ્લો ગાર્ડન. પ્રમુખસ્વામી નગરમાં ઉભું કરવામાં આવેલ દિલ્હી અક્ષરધામની બેનમુન પ્રતિકૃતિ હોય કે કોઈ અન્ય પ્રતિમા આ દરેક સાથે એક સુંદર સંદેશ જોવા મળે છે. અહી આધુનિકતાની સાથે આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળે છે. તેમજ વ્યસન મુક્તિ જેવા સમાજ ઉદ્ધારક સંદેશાઓ આપવામાં આવ્યા છે. તેમજ બાળકો માટે આખી બાળનગરી પણ બનાવામાં આવી છે.
તો જો વાત કરીએ પ્રવેશદ્વારની તો અહી પ્રવેશ માટે 7 દ્વારા ઉભા કરવામાં આવ્યા છે. જેમાં હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સંત દ્વાર કે જે મુખ્ય પ્રવેશદ્વાર છે.
7 પ્રવેશ દ્વાર
આ નગરમાં અનેક આકર્ષણો લોકોના મન મોહી લે છે. જેમાં બાળકો માટે ગ્લો ગાર્ડન છે. તેવી જ રીતે આ આકર્ષણોની વચ્ચે 7 દ્વારોમાંનો એક દ્વાર છે કે જે મુખ્ય પ્રવેશદ્વાર છે અને તે સંત દ્વાર તરીકે ઓળખાય છે. આ દ્વાર ને જ્ઞાનનંદ સ્વામી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે. જો આ દ્વારની વિશેષતાઓની વાત કરીએ તો આ દ્વાર 380 ફૂટ લાંબો અને 38 ફૂટ ઉંચો છે. તેમજ તેની પહોળાઈ 28 ફૂટ છે. દ્વાર પાસે જ પંચધાતુની અનેક મૂર્તિઓ જોવા મળશે. જેમાં ભારત વર્ષના સંતોના દર્શન થશે. સમાજના પ્રગતિમાં જેમનો અમુલ્ય ફાળો છે. આવા અનેક સંતોની મૂર્તિઓ પ્રવેશદ્વાર પર મુકવામાં આવી છે.
ટેલેન્ટ મંચ
આ નગર ખાતે એક ટેલેન્ટ મંચ પણ બનાવ્યો છે. જેમાં અહી અલગ-અલગ ટેલેન્ટનું પ્રદર્શન કરવામાં આવશે. આ રીતે અનેક ખાસિયતો સાથે આ પ્રમુખસ્વામી નગર ઉભું કરવામાં આવ્યું છે.