બાળકોને ચીઝ ખવડાવતા પહેલા જાણી લો તેના નુકશાન
- દરેક સ્નેક્સમાં ચીઝની જરૂર જ નથી
- ચીઝ નાંખીને તમે તેને જંકફુડ બનાવી રહ્યા છો
- ચીઝથી લથબથ ફુડ આરોગ્ય માટે હાનિકારક
તમે પણ એ મમ્મીઓમાં સામેલ નથી ને જે બાળકની દરેક વસ્તુને ટેસ્ટી બનાવવા માટે તેમાં ચીઝ એડ કરી દે છે. બાળકો જંકફુડ ખાવાની જિદ કરે તો મમ્મી હંમેશા ઘરમાં જ પિત્ઝા અને બર્ગરનો ઓપ્શન બનાવી દે છે અને પછી ઘરના ભોજનનો સંતોષ મેળવે છે. ઘણી વખત પરાઠા હોય કે અન્ય કોઇ સ્નેક્સ ઘણુ બધુ ચીઝ નાંખી દેવામાં આવે છે. જો તમને લાગતુ હોય કે આમ કરીને તમે તમારા બાળકને જંકફુડથી બચાવી રહ્યા છો અને હેલ્ધી ખાવાનો ઓપ્શન આપી રહ્યા છો તો તમે ખોટા છો. ચીઝથી લથબથ ફુડ ખાવાથી બાળકોને કેટલીયે બિમારીઓનો ખતરો રહે છે. જો બાળકોના ડાયટમાં દરરોજ કોઇને કોઇ રૂપમાં ચીઝ સામેલ છે તો તમે બિમારીઓને જાતે જ આમંત્રણ આપી રહ્યા છો.
મેદસ્વીતાનો ખતરો
ચીઝમાં કેલરીના માત્રા વધુ હોય છે, તેથી કોઇ પણ પ્રકારની ચીઝ જો બાળકોના ડાયટમાં વધુ પ્રમાણમાં સામેલ છે તો તે મેદસ્વીતાના ખતરાને વધારે છે, કેમકે એક ઓંસ ચીઝમાં લગભગ 100 કેલરી હોય છે, જે બાળકોના આરોગ્ય માટે ઠીક નથી.
કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો
ચીઝમાં હાઇ માત્રામાં ફેટ હોય છે. ખાસ કરીને સેચ્યુરેટેડ ફેડ. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સેચ્યુરેટેડ ફેટ બોડીમાં બેડ કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. આમ કરવાથી બાળકોના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધવાનો ખતરો રહે છે. જે ફ્યુચરમાં હાર્ટ ડિસીઝને જન્મ આપે છે.
સોડિયમની વધુ માત્રા
ચીઝમાં સોડિયમની માત્રા વધુ હોય છે. તેનાથી બાળકોમાં હાઇ બ્લડ પ્રેશરનો ખતરો રહે છે.
કબજિયાતની સમસ્યા
ચીઝમાં ફાઇબરની માત્રા ઓછી હોય છે. આ કારણે બાળકોને કબજિયાતની સમસ્યા પરેશાન કરી શકે છે. જો તમે ચીઝને હેલ્ધી સમજીને બાળકોને ખવડાવી રહ્યા હો તો યાદ રાખો તે બાળકોને બીમાર બનાવી શકે છે.
ડિહાઇડ્રેશન
ચીઝને વધુ માત્રામાં લેવાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. તેનું કારણ છે સોડિયમ, જે શરીરમાં પાણી ઘટાડે છે. આ કારણે બાળકોમાં ચિડિયાપણુ અને માથામાં દુખાવા જેવા લક્ષણો જોવા મળે છે.
આ પણ વાંચોઃ કન્જક્ટિવાઇટિસ અમદાવાદની સ્કુલોમાં પણ વધ્યોઃ સંચાલકો એક્શનમાં