આવી રહી છે “બડે અચ્છે લગતે હૈ “ની સિઝન 3, જાણો આ સિરિયલ ક્યારે થશે પ્રસારિત?
Nakuul Mehta-Disha Parmar“ની જોડી ફરી જવા મળશે બડે અચ્છે લગતે હૈ 3માં. બડે અચ્છે લગતે હૈ” સૌપ્રથમ શુટિંગની શરૂઆત 2011માં કરવામાં આવી હતી જેનું નિર્દશક સાહિર રાઝા અને પ્રાણવીર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું . સિઝન 1માં મુખ્ય ભૂમિકા નિભાવતા રામ કપૂર અને સાક્ષી તંવર સાથે રીલીઝ થઈ હતી. તે સમયે તે એક કલ્ટ શો બની ગયો હતો.
આ તારીખે જોવા મળશે ટીવી પર
10 વર્ષ બાદ, શોને 2021માં બડે અચ્છે લગતે હૈં 2 સાથે સુધારેલું સંસ્કરણ મળ્યું. તેમાં દિશા પરમાર અને નકુલ મહેતાએ રામ અને પ્રિયાની મુખ્ય ભૂમિકાઓ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં . આ બંને “બડે અચ્છે લગતે હૈ 3” માટે સૌના ચહિતા આ ઓન સ્ક્રીન કપલ ફરીથી સાથે જોવા મળશે ! આ જોડીને લોકોએ ખુબ પસંદ કરી હતી. હવે આ જોડી ફરી નવી આ સીરિયલની ત્રીજી સીઝનમાં જોવા મળશે. ચાલો જાણીએ ‘બડે અચ્છે લગતે હૈં 3’ ક્યારે શરૂ થશે. આગામી સિઝનનો પ્રોમો આજે, 19 મેના રોજ ડ્રોપ થયો છે. આ શો 25 મેના રોજ પ્રીમિયર થવા જઈ રહ્યો છે. આ સિઝન સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારણ કરવામાં આવશે.
આ પણ વાંચો :કૃષ્ણા અભિષેકનો ગોવિંદા સાથેનો વિવાદ ફરી સામે આવ્યો
લોકોની સૌથી પસંદદાર જોડી
અનુપમાં, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ! જેવા ઘણા ટીવી શો છે જેમાં ફેન્સને એક્ટર્સની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે; આ શોમાં ‘બડે અચ્છે લગતે હૈં’નો પણ સમાવેશ થાય છે. આ શોની પ્રથમ સીઝન થોડા સમય પહેલા સમાપ્ત થઈ હતી અને બીજી સીઝન નવી કાસ્ટ સાથે શરૂ થઈ હતી. હવે, ચાહકોની માંગ પર, નકુલ મહેતા અને દિશા પરમાર શોની ત્રીજી સીઝન સાથે ટીવી સ્ક્રીન પર પાછા ફરી રહ્યા છે.અને દર્શકોનું દિલ જીતવા તત્પર છે. ‘બડે અચ્છે લગતે હૈં 3’ નો નવો પ્રોમો 19 મેના રીલિઝ થઈ ગયો છે જે ચાહકોમાં આ નવી સિઝન માટે ઉત્સાહ વધારી રહ્યો છે.
આ પણ વાંચો:‘બ્રહ્માસ્ત્ર’ મુવી અને કરણ જોહરને લઈને KRKએ આપ્યું મોટુ નિવેદન, જાણો શુ કહ્યું