શનિ જયંતિના શુભ મુહુર્ત જાણોઃ શું છે આજના દિવસનું મહત્ત્વ?


- તમામ નવ ગ્રહમાં શનિનું વિશેષ મહત્ત્વ હોય છે
- શનિ સંબંધિત કોઇ દોષ હોય તો શનિ જયંતિના દિવસે શનિની પૂજા જરૂર કરવી
- શનિદેવની કૃપાથી જીવનમાં કોઇ વસ્તુની કમી રહેતી નથી અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે
આજે 19 મેના રોજ શનિ જયંતિનુ પર્વ મનાવવામાં આવશે. દર વર્ષે વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આજના દિવસે સુર્યદેવ અને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો.
તમામ નવ ગ્રહમાં શનિનું વિશેષ મહત્ત્વ હોય છે. શનિદેવ ન્યાયના દેવતા છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા અને ન્યાયાધિપતિનો દરજ્જો મળ્યો છે. શનિ સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ રહેતા જાતકોના જીવનમાં બદલાવ જોવા મળે છે. જે જાતકોના જીવનમાં શનિ સાડાસાતી અને શનિ સંબંધિત કોઇ દોષ હોય તો તેને ઘટાડવા માટે શનિ જયંતિના દિવસે શનિની પૂજા કરવાનું લાભદાયક માનવામાં આવે છે.
આ તિથિ પર અનેક અનેક શુભ સંયોગ બની રહ્યા છે. સૌથી ધીમી ચાલ ચાલનારો ગ્રહ શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિદેવ દરેક વ્યક્તિને કર્મના હિસાબે ફળ આપે છે. જે વ્યક્તિ પર શનિની સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય તેણે શનિ જયંતિના દિવસે વિધિવત શનિદેવની પૂજા કરવી જોઇએ. શનિદેવની કૃપાથી જીવનમાં કોઇ વસ્તુની કમી રહેતી નથી અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
શનિ જયંતિ તિથિ અને પૂજા મુહૂર્ત 2023
વૈશાખ અમાસ 18 મે રાતે 9.43થી શરૂ કરીને 19 તારીખ રાતે 9.21 સુધી.
ઉદય તિથિના આધાર પર 19 મેના રોજ શનિ જયંતિનો ઉત્સવ મનાવાશે. આ દિવસે શનિદેવની પૂજા અને દાન કરવાનુ શુભ રહેશે.
શનિ દેવની પૂજા કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન
શનિદેવની પૂજા કરતી વખતે તેમની મુર્તિની બરાબર સામે ન ઉભા રહો અને તેમની આંખમાં પણ ન જુઓ. શનિદેવની પૂજા કરતી વખતે તેમના પગ તરફ જુઓ. જો તમે મંદિરમાં પૂજા કરી રહ્યા હો તો સરસવના તેલથી અભિષેક કરો અને કાળા તલ, લોખંડની વસ્તુ, કાળા અડદ વગેરે અર્પિત કરો. ત્યારબાદ સિંદુર, કંકુ, અક્ષત, ફુલ , ફળ ચઢાવો. શનિદેવની પૂજા બાદ ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા અવશ્ય કરો. શનિ ચાલીસા કરો પછી આરતી ઉતારો
આ પણ વાંચોઃ શું મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન પીવું જોઈએ ‘હળદરવાળું દૂધ’, જાણો શું કહે છે નિષ્ણાતો તેના વિશે?