ચૂંટણી 2022ટ્રેન્ડિંગ

તમે જેમાં વોટ કરો છો તે EVM વિશે જાણો અમુક રોચક તથ્યો

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને સોમવારે બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આપણે જે મશીન પર મતદાન કરીએ છીએ તે મશીન ક્યારે અસ્તિત્વમાં આવ્યુ અને તેનો ઈતિહાસ શું છે ? તે EVM વિશે જાણવાની દરેકને ઈચ્છા હોય છે. તો આજે અમે તમને EVM વિશે જણાવીશું.

આ પણ વાંચો  : તમારા એક વોટ પાછળ સરકાર કરે છે આટલા રુપિયાનો ખર્ચ !

ભારતમાં કેવી રીતે શરુ થયું EVM ?

ભારતમાં પ્રથમ વખત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો ઉપયોગ 1982માં કેરળમાં શરૂ થયો હતો. સૌપ્રથમ ભારતીય ઈવીએમની શોધ 1980 માં “એમબી હનીફા” દ્વારા કરવામાં આવી હતી જે 15 ઓક્ટોબર 1980ના રોજ “ઈલેક્ટ્રોનિકલી ઓપરેટેડ વોટ કાઉન્ટીંગ મશીન” નામથી રજીસ્ટર કરવામાં આવી હતી. ઈન્ટીગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરીને “એમબી હનીફા” દ્વારા બનાવવામાં આવેલ મૂળ ઈવીએમની ડિઝાઈન તમિલનાડુના છ શહેરોમાં યોજાયેલા સરકારી પ્રદર્શનોમાં તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. ભારતમાં ઈવીએમનું ઉત્પાદન ભારતના ચૂંટણી પંચ દ્વારા 1989માં “ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ”ના સહયોગથી શરૂ કરવામાં આવ્યું હતું અને આ ઇવીએમના ઔદ્યોગિક ડિઝાઇનરો “ઔદ્યોગિક ડિઝાઇન કેન્દ્ર, IIT બોમ્બે” ના સભ્યો હતા.

EVM Machine - Hum Dekhenge News
EVM Machine

કેવી રીતે કામ કરે છે EVM ?

EVM અથવા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બે ભાગ છે. પ્રથમ ભાગ નિયંત્રણ તરીકે કામ કરે છે, જે મતદાન અધિકારી પાસે રહે છે. અને બીજો ભાગ વોટિંગ યુનિટ તરીકે કામ કરે છે, જે વોટિંગ કમ્પાર્ટમેન્ટની અંદર રાખવામાં આવે છે. આ બંને પાંચ-મીટર કેબલ દ્વારા જોડાયેલા છે. શરૂઆતમાં, મતદાન અધિકારી પ્રથમ મતદાન બટન દબાવશે, ત્યારબાદ મતદાર તેના પક્ષના પ્રતીકની સામે વાદળી બટન દબાવીને મતદાન મથકમાં તેની પસંદગીના ઉમેદવારને પસંદ કરે છે. જે પછી મશીન પોતે જ લોક થઈ જાય છે.

EVM મતદારને દરેક વિકલ્પ માટે એક બટન પ્રદાન કરે છે, જે કેબલ દ્વારા ઇલેક્ટ્રોનિક મતપેટી સાથે જોડાયેલ છે. તેને નિયંત્રણમાં રાખવા માટે, સિલિકોનથી બનેલા ઓપરેટિંગ પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એક વખત મતદાર બટન દબાવશે તો તે ફરીથી તેને બદલી શકશે નહીં. બીજી તરફ, જો મતદાર બે વાર બટન દબાવવાનો પ્રયાસ કરે છે, તો મત નોંધવામાં આવતો નથી. ઉપરાંત, EVM નવા બેલેટ નંબરથી જ ખોલી શકાશે. આ રીતે, EVM એ સુનિશ્ચિત કરે છે કે ઉમેદવારને માત્ર એક જ વાર મત મળી શકે છે.

EVM મશિન વિશે અમુક રોચક તથ્યો 

  • EVMનો પહેલો ઉપયોગ મે 1982માં કેરળની પેટાચૂંટણી વખતે 50 જેટલાં મતદાન કેન્દ્રો પર કરવામાં આવ્યો હતો.
  • EVM મશીન બેટરીથી સંચાલિત થતુ હોય છે, તેને વિજળીની જરુર હોતી નથી, તેથી તેનો ઉપયોગ એવા ક્ષેત્રોમાં પણ કરવામાં આવે છે, જ્યાં વિજળી હોતી નથી.
  •  એક EVM મહત્તમ 3840 વોટ રેકોર્ડ કરી શકે છે.
  • એક ભારતીય EVMનો ઉપયોગ લગભગ 15 વર્ષ સુધી કરી શકાય છે.
  •  એક EVM મશીન એક મતવિસ્તારમાં 64 ઉમેદવારોને સમાવી શકે છે.
  • એક EVM તમારા એક મતને 10 વર્ષ સુધી સંગ્રહિત કરી શકે છે.
  • એક બેલેટીંગ યુનિટ 16 ઉમેદવારોને વોટ આપી શકે છે અને એક કન્ટ્રોલ યુનિટ સાથે 4 થી વધુ બેલેટીંગ યુનિટને જોડી શકાતા નથી.
  •  ભારતમાં, દરેક મતદાન મથક પર મતદારોની સંખ્યા 1,500 થી વધુ હોતી નથી. તે મુજબ એક મતદાન મથક માટે એક EVM મશીન પૂરતું છે.
Back to top button