કંપની પગાર નથી આપતી કે શિફ્ટ કરતાં વધુ કામ કરાવવામાં આવે છે? તો આ રીતે કરો ફરીયાદ
HD ન્યુઝ ડેસ્કઃ આજના સમયમાં સરકાર દ્વારા કર્મચારીના પગારને લગતા ઘણા નીયમો છે છતા પણ આજે કંપનીઓમાં કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. ક્યારેક કોઈનો પગાર રોકી દેવામાં આવે છે તો ક્યારેક કોઈને શિફ્ટના સમય કરતાં વધુ સમય સુધી કામ કરાવવામાં આવે છે. કંપનીઓના ઘણા નિયમોને કારણે કર્મચારીઓ ખૂબ જ પરેશાન છે. જો તમે પણ કંપનીના આ પ્રકારના વલણથી પરેશાન છો, તો આજેે અમે અહીં તમને કાયદા અનુસાર શું નિયમો છે અને આવી સ્થિતિમાં તમે શું કરી શકો.
જો કોઈ કર્મચારી નોટિસનો સમયગાળો પૂરો ન કરે તોઃ
અવારનવાર કર્મચારીઓ પર નોટિસનો સમયગાળો પુરો કરવા દબાણ કરવામાં આવે છે અને પુરી ન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવે છે. જોકે, દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ પ્રેમ જોશીનું કહેવું છે કે કંપની આ મામલે કંઈ કરી શકે નહીં. એડવોકેટ જોષી કહે છે, ‘જો કર્મચારી નોટિસનો સમયગાળો પૂરો ન કરે તો તેની સામે કોઈ પગલાં લઈ શકાય નહીં. જો કે, જો કર્મચારીએ કોઈ બોન્ડ અથવા કરાર પર હસ્તાક્ષર કર્યા હોય, તો કેટલાક કિસ્સાઓમાં તેની સામે નુકસાની અને નુકસાનની વસૂલાત માટે દાવો દાખલ કરી શકાય છે.
જો તમે પગાર નહીં આપો તોઃ
જો કોઈ કંપની કોઈ કર્મચારીનો પગાર રોકે છે અથવા પગાર આપવાનો ઈન્કાર કરે છે તો તેની ફરિયાદ થઈ શકે છે. જો કર્મચારીએ કામ કર્યું છે, તો તેને નિશ્ચિત પગાર મેળવવાનો અધિકાર છે. જો કંપની પગાર ન ચૂકવે તો કર્મચારી સીધી રાજ્ય સરકારની લેબર કોર્ટ અથવા જિલ્લા કોર્ટમાં ફરિયાદ કરી શકે છે.
જો તમે શિફ્ટ કરતાં વધુ કામ કરો છોઃ
જો કર્મચારીને નિશ્ચિત શિફ્ટ કરતાં વધુ કામ કરાવવામાં આવે છે, તો કર્મચારીને તેના વિશે ફરિયાદ કરવાનો અધિકાર છે. આવી સ્થિતિમાં, કર્મચારી સીધી રીતે લેબર કોર્ટના ઇન્સ્પેક્ટર અથવા કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી શકે છે.
આમ સરકાર દ્વારા ઘણા નીયમો બનાવામાં આવ્ચા છે જેના વિશે દરેક કર્મચારીને ખબર હોવી જોઈએ.
આ પણ વાંચોઃ મુકેશ અંબાણી માત્ર પૈસાથી જ નહીં પરંતું દિલથી પણ છે અમીર, વર્ષો જૂના કર્મચારીને આપી આ કિમતી ભેટ