90ના દાયકાની ટોપ અભિનેત્રી ‘જૂહી ચાવલા’ના જન્મદિવસ પર જાણો તેની રસપ્રદ વાતો
90ના દાયકાની અભિનેત્રી જૂહી ચાવલાનો આજે 55મો જન્મદિવસ છે. 1980 થી 2000 ના દાયકામાં, જુહી ચાવલાએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવી ફિલ્મોથી પોતાનું નામ બનાવ્યું કે તે આજે પણ લોકોના દિલની ધડકન છે. જુહી ચાવલાનો જન્મ 13 નવેમ્બર ૧૯૬૭મા અંબાલામાં થયો હતો. જુહી ચાવલાએ 1984માં મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. બોલીવુડ જગતમાં ડેબ્યુની વાત કરવામાં આવે તો જુહી ચાવલાએ ઈ.સ. 1986માં ‘સલ્તનત’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.
આ પણ વાંચો : રણબીર-આલિયા બાદ બોલિવુડનાં આ કપલનાં ઘરે પણ થયો પુત્રીનો જન્મ
‘કયામત સે કયામત તક’ ફિલ્મથી ચર્ચામાં આવી જુહી
જુહીએ ઈ.સ.1986માં ફિલ્મ સલ્તનતથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી પરંતુ ફિલ્મ સલ્તનત કંઈ ખાસ હાંસલ કરી શકી નહોતી. પરંતુ જૂહી શ્રેષ્ઠ અભિનેત્રી હતી, તેથી તેની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ એ એવી ધૂમ મચાવી કે જુહી આજે પણ દરેકના દિલમાં વસે છે. પોતાના હાસ્યથી બધાને ખુશ કરનાર જુહીએ પોતાના જીવનમાં કુલ 80 ફિલ્મોમાં કામ કર્યું છે. જુહીએ ‘કયામત સે કયામત તક’ અને ‘હમ હૈ રાહી પ્યાર કે’ બંને ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે. આ સિવાય જુહી ચાવલાને ફિલ્મ ‘ગુલાબ ગેંગ’ માટે શ્રેષ્ઠ મહિલા અભિનેત્રીનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
લગ્નને લઈને ટ્રોલ થઈ હતી જુહી ચાવલા
જુહી ચાવલા પોતાની પ્રોફેશન લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ મીડિયામાં ચર્ચામાં છવાયેલી રહે છે. અભિનેત્રીના અંગતજીવનની વાત કરીએ તો તેમણે ઈ.સ.1995માં તેનાથી 7 વર્ષ મોટા ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જય મહેતા સાથેના લગ્ન જુહી ચાલવાએ 6 વર્ષ સુધી જાહેર કર્યા નહોતા, લગ્નના 6 વર્ષ પછી જ્યારે જુહી ગર્ભવતી હતી ત્યારે તેણે પોતાના લગ્નનો ખુલાસો કર્યો હતો. આથી અભિનેત્રીના ચાહકોએ તેનાં લગ્નને લઈને ટ્રોલ કરી હતી. અભિનેત્રીને “પૈસા માટે વૃદ્ધ સાથે લગ્ન” જેવા વાક્યો પણ સંભાળવા પડયા હતા. લગ્ન બાદ લાંબા સમય સુધી અભિનેત્રીના લગ્નની વાત બહાર આવતા જુહી ચાવલાને ચાહકોની નારાજગીનો સામનો કરવો પડયો હતો.
અભિનેત્રીની હિટ ફિલ્મો
જુહી ચાવલા હિન્દી ફિલ્મો ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ, પંજાબી અને બંગાળી ભાષાની ફિલ્મોમાં જોવા મળી હતી. જુહી ચાવલાએ ‘કયામત સે કયામત તક’, ‘ઇશ્ક’,’એક લડકી કો દેખા તો ઐસા લગા’ જેવી બોલીવુડને હીટ ફિલ્મો આપી છે. જુહીએ ફિલ્મ નિર્માતા પણ એકથી એક શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. ફિલ્મ નિર્માતા તરીકે તેમણે ‘દિલ હૈ હિન્દુસ્તાની’, ‘અશોકા’ અને ‘ચલતે ચલતે’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત, તેણે કેટલીક ખાસ ફીચર્ડ ફિલ્મો જેવી કે ‘કયામત સે કયામત તક,’ ‘બોલ રાધા બોલ’, ‘આયના’, ‘ડર’, ‘હમ હૈ રાહી પ્યાર કે’, ‘હા’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘ડુપ્લિકેટ’ અને ‘ઇશ્ક’ વગેરે બોલિવુડને આપી છે. આ સિવાય તે આઈપીએલ ટીમ ‘કોલકાતા નાઈટ રાઈડર્સ’ની માલિક પણ રહી ચુકી છે.
શાહરૂખ ખાન સાથે ખાસ બોન્ડ ધરાવે છે અભિનેત્રી
જુહી ચાવલાએ આમિર ખાન અને શાહરૂખ ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. શાહરૂખ ખાન અને જુહી ચાવલા વચ્ચે પણ ગાઢ મિત્રતા હતી. જૂહી ચાવલાએ પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે જ્યારે જૂહી ચાવલા જીવનમાં એકલી પડી ત્યારે શાહરૂખ ખાને તેને દરેક પગલા પર સાથ આપ્યો હતો. જુહી ચાવલાના પિતા અને ભાઈના મૃત્યુ બાદ શાહરૂખે જ જૂહીનો હાથ મજબૂતીથી પકડી લીધો હતો.