જાણો કઇ રીતે થઇ રક્ષાબંધન ઉજવણીની શરૂઆત
રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધની ઉજવણીનો તહેવાર. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે એટલે એને શ્રાવણી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારની ઉજવણી શરૂઆત સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે.
કથા પ્રમાણે
દાનવોના રાજા બલિએ જ્યારે સો યજ્ઞ પૂર્ણ કરીને સ્વર્ગનું રાજ્ય આંચકી લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે દેવોની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને રાજી બલિ પાસે ભિક્ષા માગવા માટે પહોંચી ગયા.
બલિ ખૂબ જ દાનવીર હતો. ગુરુએ ના પાડી હોવા છતાં પણ બલિએ ત્રણ પગલાં ભૂમિનું દાન કરી દીધું. ભગવાને બે પગલાંમાં ધરતી- આકાશ અને પાતાળ બધું જ સમાવી લેતા રાજા બલિએ ત્રીજું પગલું પોતાના મસ્તકે મૂકવા કહ્યું હતું. વામન ભગવાને બલિ પર ત્રીજું પગલું મૂકીને તેને પાતાળમાં પહોંચાડી દીધો. આ રીતે ભગવાન વિષ્ણુએ રાજા બલિના અભિમાનને ચૂરચૂર કરી દીધું.
વામન ભગવાને બલિ પર ત્રીજું પગલું મૂકીને તેને પાતાળમાં પહોંચાડી દીધો અને એ રીતે અભિમાનને ભાંગી નાખ્યું હતું. આ સંજોગોમાં બલિએ ભગવાન પાસે રાત-દિવસ પોતાની સામે રહેવાનું વરદાન માગ્યું જેના કારણે ભગવાન વૈકુંઠ છોડીને પાતાળ રહેવા જતા રહ્યા. ભગવાન પાછા ન ફરતાં માતા લક્ષ્મી પરેશાન થઈ ગયા અને તેમણે વિષ્ણુને પરત લાવવા માટે લીલા રચી.
માતા લક્ષ્મીએ ગરીબ મહિલાનું રૂપ ધારણ કરીને બલિ રાજાને રાખડી બાંધી. બલિએ કહ્યું કે, મારી પાસે તમને આપવા માટે કંઈ નથી. ત્યારે દેવી લક્ષ્મીએ કહ્યું કે, મારે ભગવાન વિષ્ણુ જોઈએ છે ત્યારે બલિએ મા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુને જવા દીધા. ત્યારથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. તેની પાછળ આ દાંતકથા જોવા મળે છે.
આ પણ વાંચો : મહાદેવનું એક એવું મંદિર જ્યાં હાલના દિવસે પણ શિવ-પાર્વતી રાત્રે સૂવે છે અને દર્શન આપે છે