- રાજ્યના 141 ડેમોમાં માંડ 19 ટકા જેટલું પાણી બચ્યું
- 207 ડેમોમાં 38.81 ટકા પાણીનો જથ્થો બચ્યો
- 70થી વધુ ડેમોમાં પીવાના પાણી માટેનો જથ્થો અનામત
ગુજરાતના 141 ડેમોમાં માંડ 19 ટકા જેટલું પાણી બચ્યું છે. જેમાં જામનગરમાં વાપરવા લાયક 8 ટકા જ પાણીનો જથ્થો છે. તેમજ સૌરાષ્ટ્રના ડેમોના જળસ્તરમાં કોઈ ખાસ ફેર પડયો નથી. ગુજરાતના 70થી વધુ ડેમોમાં પીવાના પાણી માટેનો જથ્થો સરકાર દ્વારા અનામત રખાયો છે.
આ પણ વાંચો: ગુજરાત: હળવદ APMC કૌભાંડ કેસમાં જશુ પટેલની મુશ્કેલીઓ વધશે
રાજ્યના 141 ડેમોમાં માંડ 19 ટકા જેટલું પાણી બચ્યું
ગુજરાતના 207 ડેમોમાં 18મી જૂનના રવિવારની સ્થિતિએ 38.81 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં માંડ 19.60 ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. વાવાઝોડા પછી વરસાદ વચ્ચે સૌરાષ્ટ્રના ડેમોના જળસ્તરમાં કોઈ ખાસ ફેર પડયો નથી. નર્મદા વિભાગના લેટેસ્ટ ડેટા પ્રમાણે રવિવારની સ્થિતિએ ગુજરાતના 207 ડેમોમાં 38.81 ટકા પાણીનો જથ્થો બચ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: 10 હજાર કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં સંડોવાયેલા નામાકિત બુકીની સંપત્તિ જપ્ત
207 ડેમોમાં 38.81 ટકા પાણીનો જથ્થો બચ્યો
મધ્ય ગુજરાતના 17 ડેમોમાં માંડ 30.88 ટકા પાણીનો જથ્થો છે, એ જ રીતે ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 37.12 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 34.73 ટકા, કચ્છના 20 ડેમોમાં 50.23 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર ડેમમાં 49.68 ટકા પાણી છે. સૌરાષ્ટ્રમાં પાણીનો ઉપયોગ કરી શકાય તેવા પાણીનો જીવંત સંગ્રહ અમરેલી જિલ્લામાં માંડ 12.74 ટકા છે. એ જ રીતે બોટાદમાં 11.62 ટકા, દેવભૂમિ દ્વારકામાં 4.58 ટકા, જામનગરમાં 8.16 ટકા પાણીનો જીવંત સંગ્રહ છે.
આ પણ વાંચો: ધોધમાર વરસાદ વચ્ચે ગુજરાતના છ જિલ્લાના 38 ગામોમાં પીવાના પાણીની પરાયણ
દક્ષિણ ગુજરાતના વલસાડમાં 11.27 ટકા, નવસારીમાં 4.00 ટકા પાણીનો જીવંત સંગ્રહ છે. મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં 15.77 ટકા, દાહોદમાં 11.82 ટકા,પંચમહાલમાં 16.94 ટકા પાણીનો જીવંત સંગ્રહ છે. ગુજરાતના 70થી વધુ ડેમોમાં પીવાના પાણી માટેનો જથ્થો સરકાર દ્વારા અનામત રખાયો છે.