ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં જાણો કેટલી થઇ પાણીની આવક
- છેલ્લા બે દિવસની અંદર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે
- સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની 106909 ક્યુસેક આવક થઈ
- બપોર બાદ પાણીની આવક એક લાખ ક્યુસેક કરતા પણ વધી ગઈ હતી
ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં વરસાદથી પાણીની આવક થઇ છે. જેમાં નર્મદા ડેમની જળ સપાટી સીઝનમાં પહેલીવાર 126.09 મીટરને પાર થઇ છે. બે દિવસમાં નર્મદા ડેમની સપાટી બે મીટર વધી છે. આ વર્ષે પણ સપ્ટેમ્બરમાં જળ સપાટી 138.68 મીટર પહોંચે તેવી શક્યતા છે. 1200 મેગાવોટ વીજ ઉત્પાદન ધરાવતા રિવર બેડ પાવર હાઉસના 4 યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: મોરબીમાં વેપારીએ પત્ની તથા પુત્ર સાથે સામૂહિક આપઘાત કર્યો
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની 106909 ક્યુસેક આવક થઈ
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સતત વધતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સીઝનમાં પહેલીવાર 126.09 મીટર પાર કરી ગઈ હતી. બે દિવસમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી બે મીટર વધી છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધી રહી છે. ગઇકાલે સવારે પાણીની આવક ઓછી હતી, પરંતુ બપોર બાદ પાણીની આવક એક લાખ ક્યુસેક કરતા પણ વધી ગઈ છે. મળતી માહિતી અનુસાર બપોર બાદ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની 106909 ક્યુસેક આવક થઈ ગઈ છે. જેના કારણે નર્મદા ડેમની જળ સપાટી 126.09 મીટર થઈ ગઈ છે.
છેલ્લા બે દિવસની અંદર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે
સતત પાણીની આવક થવાના કારણે છેલ્લા બે દિવસની અંદર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમની જળ સપાટી 126 મીટર પાર કરતા હવે નર્મદા ડેમ 12 મીટર ખાલી રહ્યો છે અને કુલ અત્યારે નર્મદા ડેમમાં પાણી લાઈવ સ્ટોરેજ 2325.65 મીલીયન કયુબિક થઈ ગયું છે. પાણીની આવક અને ડેમ ભરાઈ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. જેના કારણે 1200 મેગાવોટ વીજ ઉત્પાદન ધરાવતા રિવર બેડ પાવર હાઉસના 4 યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે. જ્યારે 250 મેગાવત વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા કેનાલ હેડ પાવર હાઉસના યુનિટ ચલાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત ઓગસ્ટ મહિનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે લાગી રહ્યું છે કે આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ સપ્ટેમ્બર મહિનામાં તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટર સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે અત્યારે મધ્યપ્રદેશના જે ઉપરવાસમાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના તમામ ડેમ જેવા કે બરગી તવા ,ઓમકારેશ્વર, ઇન્દિરા સાગર તમામ પાણીથી ભરાઈ ચૂક્યા છે ત્યારે જે પણ વરસાદ પડે છે અને પાણી આવે છે એ સીધું ત્યાંના ડેમોમાંથી છોડાય છે ત્યારે હજુ જો વધારે વરસાદ પડે તો આ વખતે સપ્ટેમ્બર મહિના પહેલા જ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.