ટ્રેન્ડિંગમનોરંજન

જાણો ‘રેડ 2’એ પાંચમાં દિવસે બોક્સ પર કેટલી કરી કમાણી?, અજય દેવગનની ‘રેડ 2’ હિટ થઈ જાહેર

મુંબઈ 7મે 2025: અજય દેવગણ અને રિતેશ દેશમુખ અભિનીત ફિલ્મ ‘રેડ 2’ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે અને હવે તેને સત્તાવાર રીતે હિટ જાહેર કરવામાં આવી છે. સોમવારે એટલે કે પાંચમા દિવસે પણ ફિલ્મે પોતાની મજબૂત પકડ જાળવી રાખી અને 7.47 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે, ફિલ્મની કુલ કમાણી હવે ૮૧.૩૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ગુરુવારે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે 19.71 કરોડ રૂપિયા, શુક્રવારે 13.05 કરોડ રૂપિયા, શનિવારે 18.55 કરોડ રૂપિયા અને રવિવારે 22.52 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી હતી. સોમવારે સામાન્ય રીતે ઘટાડો જોવા મળે છે, પરંતુ ‘રેઇડ 2’ એ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.

5માં દિવસે કેટલી કમાણી?

હવે બોક્સ ઓફિસ પર પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી હોય તેવું લાગે છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘જાટ’, ‘કેસરી ચેપ્ટર 2’ અને હવે ‘રેડ 2’ ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ખાસ વાત એ છે કે આ ત્રણેય ફિલ્મોમાં 90ના દાયકાના સુપરસ્ટાર – સની દેઓલ, અક્ષય કુમાર અને અજય દેવગન છે, જેમની પાસે હજુ પણ દર્શકોને થિયેટરોમાં ખેંચવાની શક્તિ છે.

 

View this post on Instagram

 

A post shared by Taran Adarsh (@taranadarsh)

ફિલ્મમાં કોની શું ભૂમિકા?

‘રેડ 2’નું પહેલા અઠવાડિયાનું કલેક્શન 95 કરોડ રૂપિયાને પાર કરશે તે લગભગ નક્કી છે. જો ફિલ્મ આ ગતિએ ચાલુ રહેશે, તો તે ટૂંક સમયમાં 100 કરોડ ક્લબમાં જોડાશે. રાજકુમાર ગુપ્તા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અજય દેવગન ફરી એકવાર આવકવેરા અધિકારી અમય પટનાયકની ભૂમિકામાં જોવા મળે છે. તેમની સાથે, વાણી કપૂર, સૌરભ શુક્લા અને અમિત સિયાલ જેવા તેજસ્વી કલાકારો પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. ૧ મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ તેની સામગ્રી અને પ્રદર્શનના આધારે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે.

આ પણ વાંચો: પ્રિયંકા ચતુર્વેદીએ ઓપરેશન સિંદૂર પર કહ્યું, ‘ધર્મ પૂછ્યો, હવે પરિણામ ભોગવો’

Back to top button