ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં કોરોના બાદના ચાર વર્ષ દરમિયાન ફ્રૂટ્સનું જાણો કેટલા ટકા ઉત્પાદન ઘટયું

Text To Speech
  • વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રૂટ્સના ઉત્પાદન પર વિપરીત અસર
  • કેરીના ઉત્પાદનમાં સૌથી વધુ 21.44%નો ઘટાડો
  • 2022-23 આવતા સુધીમાં ઉત્પાદન ઘટીને 82.91 લાખ ટન પહોચ્યું

ગુજરાતમાં કોરોના બાદના ચાર વર્ષો દરમિયાન ફ્રૂટ્સનું ઉત્પાદન ઘટયું છે. જેમાં રાજ્યભરમાં ફળોના ઉત્પાદનમાં 10.46%નો ઘટાડો થયો છે. ખરાબ હવામાન અને પાણીની અછતના પગલે ફળોની ઉત્પાદકતાને અસર થઇ છે. કેરી, ચીકુ, કેળા, જામફ્ળ, બોર, પપૈયા સહિતના ફ્ળોમાં 3થી 21% ઉત્પાદન ઘટયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત, જાણો હવામાન વિભાગે તાપમાનની શું કરી આગાહી 

વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રૂટ્સના ઉત્પાદન પર વિપરીત અસર

વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રૂટ્સના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. ગુજરાતમાં વિતેલા વર્ષોમાં અનિયમિત વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રૂટ્સના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. ગુજરાતના બાગાયત વિભાગના આંકડા મુજબ કોરોના બાદના ચાર વર્ષો દરમિયાન ફ્રૂટ્સનું ઉત્પાદન 10.46% જેટલું ઘટયું છે. કેરી, ચીકુ, કેળા, જામફ્ળ, બોર અને પપૈયા સહિતના ફ્ળોના ઉત્પાદનમાં 3-21% ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2019-20માં ગુજરાતમાં ફ્ળોનું કુલ ઉત્પાદન 92.65 લાખ ટન હતું જે 2022-23 આવતા સુધીમાં ઉત્પાદન ઘટીને 82.91 લાખ ટન પહોચ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, સુસાઈડ નોટ મળી આવી

બાગાયત વિભાગના આંકડા મુજબ કેરીના ઉત્પાદનમાં સૌથી વધુ 21.44%નો ઘટાડો

બાગાયત વિભાગના આંકડા મુજબ કેરીના ઉત્પાદનમાં સૌથી વધુ 21.44%નો ઘટાડો થયો છે. કોરોના આવ્યા પછીના ચાર વર્ષોમાં ગુજરાતમાં કેરીનું ઉત્પાદન 2020માં 12.22 લાખ ટન હતું જે 2023માં 9.6 લાખ ટન થયું હતું. તેવી જ રીતે આ સમય દરમિયાન ચીકુનું ઉત્પાદન 3.10 લાખ ટનથી 17.09% ઘટીને 2.57 લાખ ટન રહ્યું હતું. નાણાકીય વર્ષ 2020માં કેળાનું પ્રોડક્શન 46.27 લાખ ટન હતું. તેની સરખામણીએ 2023માં ઉત્પાદન 13.68% ઘટીને 39.94 લાખ ટન નોંધાયું હતું. આ ઉપરાંત જામફ્ળ, બોર, પપૈયાનું ઉત્પાદન આ ચાર વર્ષોમાં 3-7% જેટલું ઘટયું છે.

Back to top button