ગુજરાતમાં ST બસનું ભાડુ વઘતા જાણો તંત્રની કેટલી આવક વધી
- એક જ દિવસમાં ઇન્કમ વધીને રૂ.75 લાખ સુધી પહોંચી
- એસટી બસના દૈનિક ભાડામાં 25 ટકાનો વધારો કરવામા આવ્યો
- ચરોતરના 11 ડેપોમાં અગાઉ દૈનિક રૂપિયા 45 લાખની આવક નોંધાતી
ગુજરાતમાં STમાં ભાડાવધારાના નિર્ણય બાદ 24 કલાકમાં આવકમાં રૂપિયા 30 લાખનો વધારો થયો છે. અધિક શ્રાવણમાં મુસાફરોના માથે ભાડા વધારાનો ચાંલ્લો સલામતી સવારીને અઢળક ફળ્યો છે. ચરોતરના 11 ડેપોમાં અગાઉ દૈનિક રૂપિયા 45 લાખની આવક નોંધાતી હતી. એસટી બસના દૈનિક ભાડામાં 25 ટકાનો વધારો કરવામા આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ સાઈબર ક્રાઈમના એક્શનથી ગાંધીનગર RTOમાં નાસભાગ
એસટી બસના દૈનિક ભાડામાં 25 ટકાનો વધારો કરવામા આવ્યો
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 1લી ઓગષ્ટથી એસટી બસના દૈનિક ભાડામાં 25 ટકાનો વધારો કરવામા આવ્યો છે. જેમાં નડિયાદ ડિવીઝનના કાર્યક્ષેત્રમાં આવતા ચરોતરના 11 ડેપોમાં અગાઉ દૈનિક 45 લાખની આવક નોધાતી હતી,. તેના સ્થાને ભાડાવધારાના નિર્ણય બાદ એક જ દિવસમાં આવકમાં 30 લાખનો જંગી વધારો થયો છે. એસટી નિગમ દ્વારા ડીઝલ-એનજીસીના સતત વધતા ભાવ, કર્મચારીઓના વેતન, એસટી બસોના મેન્ટેનન્સ, વર્કશોપમા રોજબરોજ ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલ સહિતના ખર્ચાઓને ધ્યાને લઇને ઓગષ્ટ માસમા પ્રારંભે મંગળવારથી પ્રત્યેક એસટી બસોના મુસાફરી ભાડામાં સરેરાશ 25 ટકાનો વધારો લાગુ કરાતા એસટી બસોમા દૈનિક મુસાફરી કરતા મુસાફરો ખિસ્સા ઉપર વધુ ભાડાદરનો બોજ લદાયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાંથી વાહન ચોરી કરી વિવિધ શહેરોમાં વેચતો ચોર પકડાયો
એક જ દિવસમાં ઇન્કમ વધીને 75 લાખ સુધી પહોંચતા 30 લાખનો જંગી વધારો થયો
હાલમાં જે વિસ્તારમાં રેલવે ટ્રેનની સુવિદ્યા નથી ત્યાં બહુધા નાગરિકો ખાનગી વાહનોની અપેક્ષાએ સસ્તી, સરળ અને સલામત ગણાતી એસટી બસની મુસાફરી ઉપર પસંદગી ઢોળી રહ્યા હોઇ ભાડાદરથી જનરલ મધ્યમવર્ગીય પરિવારોનુ બજેટ ખોરવાશે. ત્યારે બીજી તરફ ભાડાવધારાનો નિર્ણય એસટી વિભાગ માટે આર્થિક ફાયદારૂપ સાબિત થયો હોઇ ડિવીઝનની આવકમાં નોધપાત્ર વધારો થયો છે. જેમા નડિયાદ વિભાગીય કચેરીના કાર્યક્ષેત્રમા આવતા આણંદ, નડિયાદ, બોરસદ, પેટલાદ, ખંભાત, કપડવંજ, ખેડા, મહુધા, ડાકોર, માતર અને બાલાસિનોર મળી 11 ડેપોમાંથી કાર્યરત રૂટો ઉપર દોડતી એસટી બસો મારફતે દૈનિક 45 લાખની આવક નોધાતી હતી. તેના સ્થાને ભાડાવધારાના નિર્ણય બાદ 1 લી ઓગષ્ટે માત્ર એક જ દિવસમાં ઇન્કમ વધીને 75 લાખ સુધી પહોંચતા 30 લાખનો જંગી વધારો થયો છે.