Market Pre-Open:કેવી રહેશે આજે નિફ્ટીમાં ચાલ, ગિફ્ટી નિફ્ટીનો પોઝીટીવ પ્રારંભ

મુંબઇ, 17 માર્ચ: લાંબા વીકેન્ડ બાદ આજે બજાર ખુલશે. પરંતુ શું મંદીનો તબક્કો તૂટશે કે કેમ અથવા રોકાણકારો હજુ પણ સાવચેતભરી ચાલ અપનાવશે તે કહેવુ પડશે. ત્યારે ગિફ્ટ નિફ્ટી પોઝીટીવ પ્રારંભ દર્શાવે છે. આજે નિફ્ટીની ચાલ બાબતે એનાલિસ્ટો પોઝીટીવ વલણ ધરાવે છે સાથે લાંબા ગાળાની પોઝીશનથી હાલના તબક્કે દૂર રહેવાની પણ સલાહ આપે છે. દિવસભરમાં ચડ તપર બાદ અંતે મજબૂત મથાળુ આપે તેવી સંભાવના ઓછી દેખાય છે.
મહત્ત્વની આર્થિક ઘોષણાઓને પગલે વોલસ્ટ્રીટનું પ્રદર્શન અને વિવિધ પરિબળો માર્કેટને અસર કરશે. વૈશ્વિક બજારો પર નજર કરતા જણાય છે કે એશિયા પેસિફિક બજારો સોમવારે ઊંચા મથાળેટ્રેડ કરી રહ્યા હતા, જેમાં જાપાનનો નિક્કેઇ 225 0.99 ટકા ઉપર ખુલ્યો હતો. જ્યારે બ્રોડર ટોપીક્સ ઇન્ડેક્સમાં 1.10 ટકાનો વધારો થયો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી પ્રારંભિક ટ્રેડમાં 1.23 ટકા ઉપર રહ્યો હતો અને સ્મોલ કેપ કોસડેક 0.32 ટકા વધ્યો હતો. ત્યારે હેંગસેંગ પણ 208.59 પોઇન્ટ વધ્યો હતો. જેના પગલે ગિફ્ટ નિફ્ટી પણ હાલમાં ગ્રીનમાં દેખાય છે.
જ્યારે અમેરિકન બજારોમાં જોઇએ તો શુક્રવારે રિકવરી જોવા મળી હતી. ડાઉ જોન્સ 674.62 પોઇન્ટ વધીને 41,488.19 પર જ્યારે એસએન્ડપી 500 2.13 ટકા વધીને 5,638.94 પર સેટલ થયો હતો.
બીજી બાજુ શેરબજારની મંદીથી ત્રસ્ત રોકાણકારોએ હવે કોમોડિટીમાં ઝંપલાવ્યુ છે જેના કારણે ગત 14 માર્ચના રોજ ગોલ્ડે ઔંસદીઠ 3000 ડોલરની સપાટી વટાવી હતી. હવે દરેકની નજર અમેરિકન ફેડરલ રિઝર્વ પર છે જેમાં આવતીકાલથી ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી)ની બે દિવસીય બેઠક શરૂ થવા જઇ રહી છે. જેમાં વ્યાજ દર 4.25-4.50 ટકાની રેન્જમાં વ્યાજ દર સ્થિર રાખશે તેમ મનાય છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2024માં તેમાં 100 બેઝીઝ પોઇન્ટનો કાપ મુકવામાં આવ્યો હતો.
બીજી બાજુ ટ્રમ્પની ટેરિફ નીતિ બજારોને ઘમરોળવાનું ચાલુ રાખશે તેમ મનાય છે. જોકે અમેરિકન સચિવ માર્કો રુબિયોએ G7 મિનીસ્ટર્સને ખાતરી આપી હતી કે ટેરિફમાં સાથે દેશોને ટાર્ગેટ બનાવાશે નહી. દરમિયાનમાં ટેસ્લાએ ટ્રમ્પ વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે જો અન્ય દેશો દ્વારા વળતા ટેરિપ લાદવામાં આવશે તો તેનાથી અમેરિકાના નિકાસને અસર થઇ શકે છે. દરમિયાનમાં ડોલર સામે ભારતીય રૂપિયો 20 પૈસા મજબૂત બનીને 87.01 પર બંધ આવ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં બદલાશે હવામાનનો મિજાજ, આ તારીખ બાદ પડશે ભયંકર ગરમી, આવતા મહિને માવઠું પણ થશે