ગુજરાતના આ ARTOમાં 0001 નંબર જાણો કેટલા રૂપિયામાં હરાજી થયો
- ઓનલાઇન હરાજીની કુલ 34.76 લાખ આવક નોંધાઈ હતી
- જીજે 38 BH નંબરની સિરીઝમાં પસંદગીના નંબરોની હરાજી
- બાવળા એઆરટીઓમાં પસંદગીના નંબરોની હરાજી થઈ
ગુજરાતના બાવળાના ARTOમાં 0001 નંબરની રેકોર્ડબ્રેક હરાજી થઇ છે. જેમાં રૂપિયા 9.51 લાખમાં નંબર વેચાયો છે. ઓનલાઇન હરાજીમાં પસંદગીના નંબર લેવામાં લાંબા સમય બાદ ધસારો જોવા મળ્યો છે. હરાજીથી કુલ 34.76 લાખ આવક, 9999 નંબરની ડીલ 3.55 લાખમાં થઈ છે. કારની નવી સિરીઝ જીજે 38 BH નંબરની સિરીઝમાં પસંદગીના નંબરોની હરાજી થઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો
બાવળા એઆરટીઓમાં પસંદગીના નંબરોની હરાજી થઈ
બાવળા એઆરટીઓમાં પસંદગીના નંબરોની હરાજી થઈ હતી, જેમાં 0001 નંબરની અત્યાર સુધીની સૌથી વધુ 9.51 લાખ આવક થઈ હતી. ઓનલાઇન હરાજીની કુલ 34.76 લાખ આવક નોંધાઈ હતી. પસંદગીના નંબરોમાં ગોલ્ડનના 27 નંબરોની હરાજીની રજિસ્ટ્રેશન ફી રૂપિયા 40 હજાર અને સિલ્વરના 72 નંબરોની રજિસ્ટ્રેશન ફી રૂપિયા 15 હજાર ભરવાની હોય છે. રજિસ્ટ્રેશન ફીની રકમથી હરાજીની શરૂઆત થાય છે, જેમાં નંબર મળે તો વધારાની રકમ આગામી પાંચ દિવસમાં પૂરેપૂરી ભરવાની હોય છે. રકમ ન ભરનારને નંબર મળતો નથી. હરાજીમાં એક કરતાં વધુ બીડ ન આવે તો સંબંધિત વાહનમાલિકને નંબર મળી જાય છે.
જીજે 38 BH નંબરની સિરીઝમાં પસંદગીના નંબરોની હરાજી
કારની નવી સિરીઝ જીજે 38 BH નંબરની સિરીઝમાં પસંદગીના નંબરોની હરાજી થઈ હતી. એક સિરીઝમાં દસ હજાર નંબર હોય છે, જેમાં પસંદગીના કુલ 99 નંબરો હોય છે. જેની હરાજીમાં 190 કાર માલિકોએે બીડ ભરી હતી. આમાંથી 180 કાર માલિકોને પસંદગીના નંબરોની ફાળવણી કરાઇ હતી. પસંદગીના નંબરોમાંથી કુલ 34.76 લાખ આવક થઈ હતી. હરાજીમાં 0001 નંબરની રૂપિયા 9.51 લાખ અને 9999 ની રૂપિયા 3.55 લાખ રકમની એઆરટીઓ કચેરીમાં આવક નોંધાઈ હતી. બાકી રહેલા પસંદગીના નંબરોની આવક રૂપિયા 1.50 લાખની અંદર રહી હતી.