ગુજરાત

ગુજરાતમાં સોલાર ઊર્જાની ક્ષમતા જાણો કેટલા મેગાવોટે પહોંચી

  • હાલના તબક્કે 55.90 ગીગાવોટના સોલાર પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ
  • સોલાર ઊર્જાની ક્ષમતાને હજી સુધી પૂરેપૂરો ઉપયોગ કરી શકાયો નથી
  • સોલાર ઊર્જાની ક્ષમતા 10,133.66 મેગાવોટે પહોંચી ગઈ છે

ગુજરાતમાં સોલાર ઊર્જાની ક્ષમતા વધારો થયો છે. જેમાં કુલ સોલાર ઊર્જાની ક્ષમતા 10,133.66 મેગાવોટે પહોંચી ગઈ છે. દેશની 7,48,990 મેગાવોટની ક્ષમતાનો પૂરો ઉપયોગ નહીં. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય વીજમંત્રીએ ઉત્તર આપ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પાણી, મચ્છરજન્ય રોગચાળો વધ્યો, જાણો કેટલા કેસ આવ્યા 

સોલાર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 30મી જૂન, 2023ના રોજ 10,133.66 મેગાવોટે પહોંચી

હાલના તબક્કે 55.90 ગીગાવોટના સોલાર પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે. જેમાં ગુજરાતની કુલ સોલાર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 30મી જૂન, 2023ના રોજ 10,133.66 મેગાવોટે પહોંચી છે. ગુજરાતનું સોલાર વીજ ઉત્પાદન 2022-23માં 10,335.32 MU હતું. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ મંત્રી આર.કે. સિંહે 8 ઓગસ્ટના રોજ આ માહિતી રજૂ કરી હતી.

આ પણ વાંચો: ‘મેરી માટી મેરા દેશ’નો ગુજરાતભરમાં આરંભ, મુખ્યમંત્રી આજે તાપીમાં વિશ્વ આદિવાસી દિવસ ઊજવશે

સોલાર ઊર્જાની ક્ષમતાને હજી સુધી પૂરેપૂરો ઉપયોગ કરી શકાયો નથી

મંત્રીના નિવેદન મુજબ 30મી જૂન, 2023 સુધીમાં, દેશમાં 70,096 મેગાવોટની કુલ સોલાર વીજ ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. ભારત 7,48,990 મેગાવોટની અંદાજિત સોલાર વીજ ક્ષમતા ધરાવે છે. આમ, સોલાર ઊર્જાની ક્ષમતાને હજી સુધી પૂરેપૂરો ઉપયોગ કરી શકાયો નથી. આ નિવેદનમાં જણાવાયું હતું કે, સોલાર પ્રોજેક્ટ્સને મોટાભાગે કેપ્ટિવ વપરાશ અને ત્રાહિત-પક્ષકારના વેચાણ વગેરે માટે ટેરિફ્-આધારિત સ્પર્ધાત્મક બીડિંગના માધ્યમથી પસંદ કરાયેલા પ્રોજેક્ટ ડેવલપર્સ દ્વારા ખાનગી રોકાણો થકી વિકસાવવામાં આવી રહ્યા છે.

હાલના તબક્કે 55.90 ગીગાવોટના સોલાર પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ

હાલના તબક્કે 55.90 ગીગાવોટના સોલાર પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે. નથવાણી દેશમાં સોલાર પાવર ઉત્પાદનની કુલ સ્થાપિત ક્ષમતા, કેટલી ક્ષમતાનો અત્યાર સુધીમાં ઉપયોગ કરાયો છે અને દેશમાં વધુ કોમર્શિયલ સોલાર વીજ પ્લાન્ટ્સ માટેની યોજનાઓ વિશે જાણવા માગતા હતા. 30મી જૂન, 2025 સુધીમાં કાર્યાન્વિત થનારા સોલાર તથા વિન્ડ પાવર પ્રોજેક્ટ્સના આંતર-રાજ્ય વેચાણ માટેના ઈન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) ચાર્જિસ માફ કરાયા છે.

Back to top button