ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં જાણો કેટલા કરોડની પ્રતિબંધિત ચીજો પકડાઈ

  • રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્ક્વોડ તથા 1,203 સ્ટેટિક સર્વેલન્સ ટીમ જોડાઇ
  • આચારસંહિતાના ભંગ બાબતની કુલ 2,838 ફરિયાદો મળી છે
  • મતદાર ઓળખકાર્ડ અંગે 8,142 મતદાર યાદી સંદર્ભે 760 ફરિયાદ મળી

ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની પ્રતિબંધિત ચીજો પકડાઈ છે. જેમાં રાજ્યમાં 15 કરોડનો દારૂ સહિત કુલ રૂ.123 કરોડની બેનંબરી ચીજો પકડાઈ છે. તેમજ ચૂંટણી પંચમાં 14,546 ફરિયાદોનો ઢગ ખડકાયો છે. તેમજ આજથી રાજ્યભર મતદાર કાપલીનું વિતરણ શરૂ થશે. તથા તમામ મતદારોને એપિક કાર્ડ યાને મતદાર ઓળખપત્ર આપી દેવાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત બાદ ફરી રાઉન્ડ થશે શરૂ, જાણો હવામાન વિભાગની આગાહી 

રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્ક્વોડ તથા 1,203 સ્ટેટિક સર્વેલન્સ ટીમ જોડાઇ

ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં કુલ રૂ.121.65 કરોડની બેનંબરી ગેરકાયદેસર પ્રતિબંધિત ચીજો પકડાઈ છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને દેખરેખ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્ક્વોડ તથા 1,203 સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા આ બધી ચીજો પકડાઈ છે, જેમાં દારૂ-નશીલા પદાર્થો, જર-ઝવેરાત, રોકડ રકમ વગેરે સામેલ છે. રાજ્યમાં 16મી માર્ચથી 21મી એપ્રિલ સુધીમાં ચૂંટણી તંત્રની મોબાઈલ એપ સી-વિજિલ ઉપર આચારસંહિતાના ભંગ બાબતની કુલ 2,838 ફરિયાદો મળી છે.

મતદાર ઓળખકાર્ડ અંગે 8,142 મતદાર યાદી સંદર્ભે 760 ફરિયાદ મળી

નેશનલ ગ્રિવન્સ સર્વિસીસ પોર્ટલ ઉપર મતદાર ઓળખકાર્ડ અંગે 8,142 મતદાર યાદી સંદર્ભે 760, મતદાર કાપલી સંદર્ભે 200 તથા અન્ય 1,900 મળીને કુલ 11,002 ફરિયાદો મળી છે, ઉપરાંત મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી ખાતેના કંટ્રોલ રૂમ ઉપર 193 ફરિયાદો, મીડિયા મારફતે 18 ફરિયાદો, ટપાલ-ઈ-મેઈલ દ્વારા રાજકીય પક્ષો તરફથી 39, ભારતના ચૂંટણી પંચ મારફતે 45 તથા અન્ય 409 મળી 508 ફરિયાદો મળી છે. આમ કુલ 14,546 ફરિયાદો ચૂંટણી પંચમાં ખડકાઈ છે.

તમામ મતદારોને એપિક કાર્ડ યાને મતદાર ઓળખપત્ર આપી દેવાયા

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ જણાવ્યું છે કે, આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં 2,56,16,540 પુરુષ, 2,41,50,603 સ્ત્રી તથા 1,534 ત્રીજી જાતિના મળીને કુલ 4,97,68,677 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ આ ચૂંટણીમાં કરી શકશે. આ તમામ મતદારોને એપિક કાર્ડ યાને મતદાર ઓળખપત્ર આપી દેવાયા છે. આજથી રાજ્યના બૂથ લેવલ ઓફિસરો દ્વારા એમને વોટર ઈન્ફર્મેશન સ્લિપનું વિતરણ ઘેર ઘેર ફરીને કરવામાં આવશે.

Back to top button