દિલ્હીમાં લોકસભા ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પર કેટલા છે ક્રિમિનલ કેસ જાણો
નવી દિલ્હી, 16 મે: દેશની રાજધાની દિલ્હીમાં આ વખતે ઈન્ડિયા અલાયન્સના બે મહત્વના રાજકીય પક્ષો એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપને હરાવવા માટે ગઠબંધન કર્યું છે. દિલ્હીની કુલ 7 બેઠકમાંથી AAP 4 બેઠકો અને કોંગ્રેસ 3 બેઠક પર ચૂંટણી લડી રહી છે. દિલ્હી લોકસભા સીટના તમામ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ વખતે કોંગ્રેસથી કન્હૈયા કુમાર અને ભાજપના મનોજ તિવારી આમને-સામને છે.
દિલ્હીની ટોટલ 7 લોકસભા સીટો પર કુલ 162 ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં છે. BJP, BSP, AAP-કોંગ્રેસના કુલ 31 ઉમેદવારો છે, જેમાંથી 9 વિરુદ્ધ ફોજદારી કલમો હેઠળ કેસ નોંધાયેલા છે. નોંધનીય છે કે JNUSUના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર પર સૌથી વધુ ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.
કન્હૈયા કુમાર પર છે સૌથી વધારે ક્રિમિનલ કેસ
મળતી માહિતી પ્રમાણે , માત્ર દિલ્હી જ નહીં પણ તેના નાનાના ઘરે એટલે કે બિહારમાં પણ કેસ નોંધાયેલા છે. આમાં એક કેસ આસામના કામરૂપ જિલ્લાનો છે અને બીજો કેસ બિહારના બેગુસરાયનો છે. આ સિવાય કન્હૈયા વિરુદ્ધ પટનાથી લઈને દિલ્હી સુધી કેસ નોંધાયેલા છે. ક્રિમિનલ કેસની વાત કરીએ તો કોંગ્રેસ ત્રણ લોકસભા સીટો પર ચૂંટણી લડી રહી છે. આ પૈકી ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર ઉદિત રાજ સામે પણ બે કેસ નોંધાયેલા છે. જ્યારે ચાંદની ચોકથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નેતા જેપી અગ્રવાલ સામે કોઈ કેસ નોંધાયો નથી. aap,congress,bjp
ભાજપના ઉમેદાવારો પરના ક્રિમિનલ કેસ
પુર્વ લોકસભા બેઠક- હર્ષદીપ મલ્હોત્રા- કોઈ કેસ નથી
નવી દિલ્હી- બાંસુરી સ્વરાજ- કોઈ કેસ નથી
ઉત્તર પુર્વ દિલ્હી- મનોજ તિવારી- કોઈ કેસ નથી
ઉત્તર પશ્ચિમ દિલ્હી-યોગેન્દ્ર ચંદોલિયા- 2 કેસ
દક્ષિણ દિલ્હી- રામબિધુડી સિંહ- 2 કેસ
ચાંદની ચોક- પ્રવીણ કુમાર ખંડેલવાલ-કોઈ કેસ નથી
આ પણ વાંચો:દિલ્હીમાં લોકસભાની સાત બેઠક ઉપર કયા મતદારો નિર્ણાયક બનશે?