ગુજરાત

અમદાવાદ શહેરમાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં જાણો કેટલા કેસ સામે આવ્યા

Text To Speech
  • શહેરમાં પોલીસની ટ્રાફિક ડ્રાઇવ એક મહિનો ચાલશે
  • ઓવર સ્પીડમાં વાહન હંકારતા 57 લોકો સામે પોલીસે કાર્યવાહી કરી
  • ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા 16 લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી

અમદાવાદમાં ઓવરસ્પીડ અને ભયજનક ડ્રાઈવિંગના 192 કેસ સામે આવ્યા છે. જેમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કરતા 16 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ભયજનક ડ્રાઇવિંગ કરતા 119 લોકો સામે કાર્યવાહી થઇ છે. તથા ઓવર સ્પીડમાં 57 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મોંઘવારીનો વધુ એક માર, સરકારી વીજકંપનીઓના ગ્રાહકોનો મરો 

ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા 16 લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી

રાજ્યમાં બહુચર્ચિત તથ્ય પટેલ દ્વારા અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતના કેસમાં બનાવને અટકાવવા માટે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ, ઓવર સ્પીડ અને ભયજનક વાહન હંકારતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પોલીસ દ્વારા વિવિધ પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં એસજી હાઇવે અને શહેરના અન્ય પોઇન્ટ પર ઓવર સ્પીડથી જતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: હિંમતનગરના વ્યક્તિને સસ્તામાં વિદેશ જવાની ઘેલછા ભારે પડી 

ઓવર સ્પીડમાં વાહન હંકારતા 57 લોકો સામે પોલીસે કાર્યવાહી કરી

ઓવર સ્પીડમાં વાહન હંકારતા 57 લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા 16 લોકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે ભયજનક ડ્રાઇવિંગ કરતા 119 લોકો સામે પણ કાર્યવાહી કરાઇ છે. એટલે કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બે દિવસમાં 192 કેસ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ એક મહિના સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. આ ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટબાજોને પકડવા, લાયસન્સ, હેલમેટ, સિગ્નલ તોડવા અને રોંગ સાઈડ વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Back to top button