

ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે. જેમાં આ આંકડો તો માત્ર રોજગાર કચેરીઓએ નોંધણી કરાવનારા સ્નાતક યુવાનોનો છે. તેમજ ઉચ્ચ અભ્યાસ કરનારા શિક્ષિત બેરોજગારોની સંખ્યા તો હજી અલગ છે. જેમાં અર્ધશિક્ષિત બેરોજગાર સાબરકાંઠામાં 192, અરવલ્લીમાં 96 છે. રાજ્યમાં રોજગારી ક્ષેત્રે પરિસ્થિતિ કેવી છે તે રોજગાર કચેરીઓ દ્વારા બહાર પાડવામાં આવતા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા શિક્ષિત બેરોજગારોની સંખ્યા 10 હજારના આંકડાને વટાવી ગઈ છે.
આ પણ વાંચો: અમદાવાદની આ મોટી કંપનીમાં જાપાની નાગરિક કોરોના પોઝિટિવ આવતા કર્મચારીઓમાં હાહાકાર
શિક્ષિત બેકારોની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે
ઉત્તર ગુજરાતના જિલ્લાઓની રોજગાર ક્ષેત્રે પરિસ્થિતિ અને સાચુ ચિત્ર તાજેતરના ભુતકાળમાં સરકારી ભરતીઓ માટે બહાર પડેલી જાહેરાતોની સામે લાખોની સંખ્યામાં ભરાતા ઉમેદવારી ફોર્મ પરથી સ્પષ્ટ થાય છે. હજુ થોડા સમય પહેલા એલઆરડી, પીએસઆઈ અને બિનસચિવાલય ક્લાર્કની ભરતી માટે જાહેરાત બહાર પડી હતી. ત્યારે લાખોની સંખ્યામાં યુવાનોએ સરકારી નોકરી માટે અરજીઓ કરી હતી તે હકિકતથી સૌ સારી રીતે વાકેફ છે. શિક્ષિત બેકારીની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તેની સામે સરકારી નોકરીઓ ઘણી જ ઓછી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાને આવતો અટકાવી શકાશે, જાણો ડોક્ટરોએ શું આપી સલાહ
હજારો બેરોજગારો નોકરી માટે પડાપડી કરતા હોય છે
આજે પણ સરકારના કોઈ પણ વિભાગમાં પાંચ-દસ જગ્યાઓ માટે પણ અરજી મગાવવામાં આવે તો હજારો બેરોજગારો નોકરી માટે પડાપડી કરતા હોય છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની રોજગાર કચેરીઓ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, બંન્ને જિલ્લામાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે. આ તો માત્ર રોજગાર કચેરીઓએ નોંધણી કરાવનારા શિક્ષિત યુવાનોનો આંકડો છે. પરંતુ વાસ્તવિક સંખ્યા અનેક ઘણી વધુ હોવાનું જાણકારોનું માનવુ છે. સ્નાતક સુધીનો અભ્યાસ કરનારા અને રોજગારી મેળવવામાં નિષ્ફળ યુવાનોની સંખ્યા સાબરકાંઠા જિલ્લામાં 5011 જ્યારે અરવલ્લીમાં 5452 જેટલી છે. ગત તા. 30 નવેમ્બર 2022ની આ સ્થિતિ છે. આ સત્તાવાર આંકડાઓ છે. બિન સત્તાવાર આંકડો ઘણો મોટો હોવાનું સુત્રોનું માનવુ છે.