આઈપીએલની 16મી સીઝનને શરુ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે અને 28 મે સુધી રમાશે. ત્યારે 31 માર્ચે પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. તો અહીં એક નજર નાખીએ IPLમાં સૌથી વધારે મેડન ઓવર ફેંકનાર ટોપ-5 બોલર્સ વિશે.
આ પણ વાંચો : WPL 2023માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન, જાણો ટોપ 5ના લિસ્ટમાં કોણ છે આગળ
પ્રવીણ કુમાર
પોતાના સમયમાં સ્વિંગ બોલિંગના દમ પર ટીમ ઈન્ડિયાને ઘણી તકે જીત અપાવનાર બોલર પ્રવીણ કુમારે આઈપીએલમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકી છે. પ્રવીણે આઈપીએલ કરિયરની 119 મેચમાં 420.4 ઓવર બોલિંગ કરી છે, જેમાં 14 વખત મેડન ઓવર સામેલ છે. સાથે પ્રવીણ કુમારે 90 વિકેટ પણ ઝડપી છે.
ભુવનેશ્વર કુમાર
ભારતના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર એક શાનદાર બોલર છે. ભુવનેશ્વર કુમારે આઈપીએલમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકી છે. ભુવનેશ્વર કુમારે આઈપીએલ કરિયરની 146 મેચમાં 543.6 ઓવર બોલિંગ કરી છે, જેમાં 11 વખત મેડન ઓવર સામેલ છે. ભુનેશ્વર કુમારે 154 વિકેટ લીધી છે.
આ પણ વાંચો : રાજસ્થાનમાં આઠ દિવસમાં ત્રીજી વખત ધરતી ધ્રૂજી, આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા !
ઇરફાન પઠાણ
ટીમ ઈન્ડિયાના સૌથી દમદાર ઓલરાઉન્ડર ખેલાડીમાંથી એક ઇરફાન પઠાણે આઈપીએલમાં બોલ અને બેટથી ધુમ મચાવી છે. જો નજર પઠાણના આંકડા પર કરવામાં આવે તો તેણે 106 મેચમાં 340.3 ઓવરની બોલિંગ દરમિયાન 10 ઓવર મેડન ફેંકી છે. આ સિવાય 80 વિકેટ પણ ઝડપી છે.
લસિથ મલિંગા
આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં જો કોઈ બોલર સૌથી વધુ સફળ સાબિત થયો હોય તો તે શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા છે. મલિંગાના નામે આઈપીએલમાં સૌથી વધુ 170 વિકેટ છે. આ સિવાય લસિથે પોતાના આઈપીએલ કરિયરની 122 મેચમાં 471.1 ઓવરની બોલિંગ દરમિયાન 8 વખત મેડન ઓવર ફેંકી છે.
જસપ્રીત બુમરાહ
ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ એક શાનદાર બોલર છે. જસપ્રીત બુમરાહે આઈપીએલમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકી છે. જસપ્રીત બુમરાહે આઈપીએલ કરિયરની 120 મેચમાં 457 ઓવર બોલિંગ કરી છે, જેમાં 8 વખત મેડન ઓવર સામેલ છે. જસપ્રીત બુમરાહે તેના આઈપીએલ કરીયરમાં 145 વિકેટ ઝડપી છે.