યુટિલીટી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસએ જાણો ભારતની સૌથી શક્તિશાળી મહિલા રાજનેતાઓ વિશે

વિશ્વમાં દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. હાલમાં દેશ અને દુનિયાની મહિલાઓ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહી છે. આજે મહિલાઓ રમતગમતની દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું પ્રદર્શન બતાવી રહી છે, તો બીજી તરફ તેઓ બિઝનેસ જગત અને રાજકારણમાં પણ પોતાની ભૂમિકાને મજબૂત બનાવી રહી છે. ભારતીય મહિલાઓ દેશના સર્વોચ્ચ અને શક્તિશાળી પદો પર કામ કરી રહી છે. રાષ્ટ્રપતિથી નાણા મંત્રાલય અને અન્ય ઘણા વિભાગો સંભાળી રહી છે. આવો જાણીએ દેશની મજબૂત મહિલા રાજનેતાઓ વિશે, જેઓ રાજકારણમાં ધૂમ મચાવી છે.

નિર્મલા સીતારામણ

ભારતના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલમાં સૌથી શક્તિશાળી અને લોકપ્રિય રાજનેતા છે. સીતારમણનું નામ ફોર્બ્સની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સતત ચાર વર્ષથી દેખાઈ રહ્યું છે. સીતારામન પૂર્ણ સમયના નાણામંત્રી છે જે સતત નાણાંકીય બાબતોનું સંચાલન કરે છે. આ પહેલા રક્ષા મંત્રાલયનો કાર્યભાર પણ સંભાળી ચુક્યા છે.

આ પણ વાંચો : મિઝોરમથી આવેલા બ્રૂ સમાજને 26 વર્ષ બાદ મળ્યો મતાધિકાર, 1997માં શું બની હતી ઘટના

મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ગણતરી દેશના સૌથી શક્તિશાળી રાજકારણીઓમાં થાય છે. મમતા બેનર્જીને સતત ત્રણ ટર્મથી રાજ્યના CM તરીકે નિયુક્ત થતા આવ્યા છે. રાજ્ય સંભાળવાની સાથે મમતા તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની અધ્યક્ષ પણ છે. આ સિવાય મમતા બેનર્જી કેન્દ્રમાં બે વખત રેલવે મંત્રી પણ રહી ચૂક્યા છે.

માયાવતી

ઉત્તર પ્રદેશની રાજનીતિમાં માયાવતી સૌથી શક્તિશાળી નામ છે. માયાવતી બહુજન સમાજ પાર્ટી (BSP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તે લાંબા સમયથી રાજકારણમાં છે અને ઉત્તર પ્રદેશના CM પણ રહી ચૂક્યા છે. રાજકારણમાં માયાવતી ‘બહેનજી’ તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો : રાષ્ટ્રીય મહિલા દિવસ : દેશમાં સન્માનભેર, સ્વાવલંબી અને ગૌરવપૂર્ણ જીવન  જીવતી મહિલાઓને સલામ

સોનિયા ગાંધી

સોનિયા ગાંધીએ સાસુ ઈન્દિરા ગાંધી અને પતિ રાજીવ ગાંધીના નિધન બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કમાન સંભાળી છે. તે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ છે. રાયબરેલીને કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે કારણ કે સોનિયા ગાંધી વર્ષોથી અહીં રાજકીય જીત મેળવી રહ્યાં છે. તેણીએ પોતે ક્યારેય કોઈ મોટો હોદ્દો સંભાળ્યો નથી પરંતુ કેન્દ્રની રાજનીતિ સંભાળી હતી.

દ્રૌપદી મુર્મુ

દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલમાં સર્વોચ્ચ પદ ધરાવે છે. દ્રૌપદી મુર્મુ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. આ રાજ્યની ગવર્નર બનનાર તેઓ પ્રથમ મહિલા હતા.

Back to top button