ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

93 બેઠકોમાંથી હાઈપ્રોફાઈલ અને અટપટી બેઠક વિષે જાણો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 93 બેઠકો માટે મતદાન આવતીકાલે થવાનું છે. જેમાં ઘણી બેઠક એવી છે જે ભાજપ માટે અસ્તિત્વના જંગ સમાન છે. એવી અનેક હાઈ પ્રોફાઈલ બેઠક છે જેમાં ભાજપની આબરૂ દાવ પર લાગેલી છે. જેને લઈને ભાજપ કવાયત તો કરી રહ્યું છે પરંતુ શું પરિણામ આવે તે ઈવીએમ ખુલે ત્યારે ખ્યાલ આવશે. ભાજપ દ્વારા એવી સીટો જીતવા માટે કવાયત તો કરવી જ પડશે. ઘણી સીટ એવી પણ છે જે આજ સુધી ભાજપ જીતી શક્યું નથી.

EVM Machine - Hum Dekhenge News

આ પણ વાંચો: લો કરો વાત, અમદાવાદના 23 ઉમેદવારો બીજાને જીતાડવા મતદાન કરશે

જિલ્લાઓની ઘણી બેઠકો એવી છે જેમાં ભાજપની આબરૂ દાવ પર લાગેલી

બીજા તબક્કાના મતદાન 14 જિલ્લામાં થશે. જોમા અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓની ઘણી બેઠકો એવી છે જેમાં ભાજપની આબરૂ દાવ પર લાગેલી છે. વાત કરીએ અમદાવાદની તો શહેરની ઘણી બેઠકો એવી છે જેમાં ભાજપને જીતવા જોર કરવું પડ્યું હોય તો કોંગ્રેસ માટે પણ આ બેઠકો અસ્તિત્વના સવાલ સમાન છે. શહેરની ઘાટલોડિયા બેઠક આમ તો આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે અને આ બેઠક પર ઉમેદવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે લડી રહ્યા છે પરંતુ તેમાં સામે ઉમેદવાર કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિક ચૂંટણી લડી રહ્યા છે.

Congress- BJP, AAP - Humdekhenge

આ પણ વાંચો: અમદાવાદની દરેક બેઠક ભાજપ માટે “ઇમેજ”નો સવાલ, જાણો કેમ PM મોદીને રસ્તા પર ઉતરવું પડ્યું

પાસ દ્વારા હાર્દિક વિરુદ્ધ પોસ્ટર પણ લગાવ્યા

જિલ્લાની વાત કરીએ તો વિરમગામ બેઠક જેમાં પાટીદાર અનામત આંદોલન થકી રાજકારણમાં આવનાર હાર્દિક પટેલે ઉમેદવારી કરી છે. પાટીદારો જ હાર્દિકને હરાવવા કામે લાગ્યા છે. તથા પાસ દ્વારા હાર્દિક વિરુદ્ધ પોસ્ટર પણ લગાવ્યા છે અને પાટીદાર એક થઇ હાર્દિકને હરાવી દેશે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ આ રીતે જીતશે જંગ!

ભાજપના નેતાઓનો આશાવાદ છે કે ભાજપ જીતશે

ખાડિયા-જમાલપુર બેઠકમાં આ વખતે જીતવા ભાજપે ભારે જોર લગાવ્યું છે. આ બેઠક જયારે ભાજપે ગુજરાતમાં પગપેસરો કર્યો ત્યારથી જીતતા આવ્યા છે. પરંતુ ગત ચૂંટણીમાં ભાજપે ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો. શહેરની દાણીલીમડા બેઠક જેમાં ભાજપે આ ચૂંટણી દરમિયાન જોર તો લગાવ્યું છે પરંતુ ભાજપનો સિક્કો ચાલે એવી સ્થિતિ દેખાતી નથી. પરંતુ ભાજપના નેતાઓનો આશાવાદ છે કે ભાજપ જીતશે. વર્ષોથી આ બેઠક પર કોંગ્રેસનો કબ્જો છે અને જીતવા માટે ભારે જોર લગાવવું પડી શકે છે.

Back to top button