ધર્મ

જાણો બ્રહ્મ, વૈષ્ણવ અને શૈવ તિલક વિશે, શું છે તિલક લગાવવાના નિયમો

Text To Speech

હિંદુ ધર્મમાં તિલક લગાવવું એ પરંપરાનો એક વિશેષ ભાગ છે. તિલક લગાવવાથી ગ્રહોની ઉર્જા સંતુલિત રહે છે અને મન શાંત અને એકાગ્ર રહે છે. હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળતા પહેલા તિલક લગાવવું જરૂરી છે. તમામ પ્રકારની પૂજા, યજ્ઞ અને અનુષ્ઠાનમાં તિલક લગાવવામાં આવે છે. હિંદુ ધર્મમાં માત્ર કપાળ પર જ નહીં પરંતુ ગરદન, નાભિ, પીઠ અને હાથ પર પણ તિલક લગાવવામાં આવે છે. જો કે, કપાળ સિવાય અન્ય જગ્યાએ તિલક લગાવવાની પરંપરા ત્યારે જ હોય છે જ્યારે વ્યક્તિએ દીક્ષા લીધી હોય. એટલે કે વિવિધ પ્રકારના તિલક એ વાત પર આધાર રાખે છે વ્યક્તિનો સંબંધ કયા સમુદાયની સાથે છે. જો આપણે તિલકના પ્રકાર વિશે વાત કરીએ તો, તિલકના પ્રકારો અંગે કોઈ મર્યાદિત સંખ્યા નથી, પરંતુ મુખ્યત્વે ત્રણ પ્રકારના તિલક હોય છે, જેને બ્રહ્મ તિલક, વૈષ્ણવ તિલક અને શૈવ તિલક કહેવામાં આવે છે. જાણો આ ત્રણ પ્રકારના તિલક સાથે જોડાયેલા મહત્વ વિશે.

બ્રહ્મ તિલક : મંદિરના પૂજારીઓ અને બ્રાહ્મણો દ્વારા બ્રહ્મ તિલક લગાવવામાં આવે છે. આ સાથે જે ગૃહસ્થ બ્રહ્મ દેવની પૂજા કરે છે તેઓ પણ બ્રહ્મ તિલક લગાવે છે. બ્રહ્મા તિલક સફેદ કલરની રોલીથી લગાવવામાં આવે છે.

વૈષ્ણવ તિલક : ભગવાન વિષ્ણુના અનુયાયીઓ વૈષ્ણવ તિલક લગાવે છે. તેઓ ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન નરસિંહ એટલે કે ભગવાવ વિષ્ણુના અવતારોની પૂજા કરે છે. વૈષ્ણવ તિલકને પીળા ગોપી ચંદનથી લગાવવામાં આવે છે.

શૈવ તિલક : ભગવાન ભોલેનાથની પૂજા કરનાર લોકો શૈવ તિલક લગાવે છે. આવા લોકોમાં ભગવાન ભોલેનાથની પૂજા કરનાર સદાચારી ગૃહસ્થથી લઇને તાંત્રિક પણ હોઇ શકે છે. તેઓ ત્રિપુંડ ધારણ કરે છે. શૈવ તિલક કાળો અથવા લાલ રંગનો હોય છે. તેને રોલી તિલક પણ કહેવામાં આવે છે.

જાણો શું છે તિલક લગાવવાના નિયમો : પોતાને તિલક લગાવતા પહેલા હંમેશા પોતાના ઇષ્ટ દેવ અથવા ભગવાનને તિલક કરો., હિંદુ ધર્મમાં તિલક લગાવીને ઉંઘવું વર્જિત માનવામાં આવે છે., સ્નાન કર્યા વિના ક્યારેય તિલક ન લગાવવું જોઈએ., જ્યારે તમે તમારી જાતને તિલક લગાવી રહ્યા હોવ ત્યારે અનામિકા આંગળીથી તિલક કરો, જ્યારે તમે કોઈ બીજાના કપાળ પર તિલક લગાવી રહ્યા હોવ તો અંગૂઠાથી તિલક કરો.

Back to top button