ફૂડહેલ્થ

લીંબુ પાણી પીવાના અધધ…10 ફાયદા વિષે જાણો

Text To Speech

લીંબુ પાણી પીતા ઘણા લોકોને જોયા હશે. સ્વાસ્થ્ય માટે લીંબુ પાણી ફાયદાકારક માનવામાં આવે છે. વજન ઘટાડવા માટે પણ લીંબુ પાણી પીવામાં આવે છે,પરંતુ આના સિવાય પણ લીંબુપાણીના અનેક ફાયદા છે.

લીવર : લીંબુ પાણીનું સેવન લીવરને ડિટોક્સિફાઇ કરે છે. તેમાં સમાયેલા સાઇટ્રિક એસિડ એન્જાઇમને બહેતર રીતે કામ કરવામાં મદદ કરે છે. તેમજ લીવરને સંતુલિત રાખીને ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે.

પીએચ બેલેન્સ જાળવી રાખે છે : એસડિટીથી શરીરને તકલીફ થાય છે, લીંબુ પાણી એસિડિટીની સમસ્યાને ઓછી કરે છે. વિશેષજ્ઞોના અનુસાર, લીંબુ બ્લડના પીેચ બેલેન્સમાં બદલાવ કરવાની સાથેસાથે યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેકશન સાથે લડવામાં પણ મદદ કરે છે.

ઇમ્યુન સિસ્ટમને મજબૂત રાખે છે : તેમાં વિટામિન-સીની માત્રા ભરપુર પ્રમાણમાં સમાયેલી હોય છે. જે શરદીથી રક્ષણ આપવાની સાથેસાથે ઇમ્યૂન સિસ્ટમને પણ મજબૂત કરે છે. લીંબુમાં સમાયેલા પોટેશિયમ મગજ અને નાડીના કાર્યોમાં સંતુલન બનાવીને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

ત્વચાને સાફ અને સુંદર બનાવે છે : લીંબુમાં સમાયેલા વિટામિન સી ત્વચાને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે. વિટામિન સી કોલેજનના નિર્માણમાં મદદ કરે છે.જે હેલ્ધી સ્કિન માટે જરૂરી છે. હુંફાળા પાણીમાં લીંબુ ભેળવીને પીવાથી શરીરને હાનિ પહોંચાડતા ટોક્સિન શરીરમાંથી બહાર નીકળી જાય છે.

ત્વચા પરના ડાઘ ધાબા : ત્વચા પરના ડાઘ-ધાબા પર લીંબુ પાણી અસરકારક છે. લીંબુનો રસ ત્વચા પરના ડાઘ-ધાબા પર લગાડવાથી તે હળવા થાય છે.

શ્વાસની દુર્ગંધ દૂર કરે છે : શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તો નિયમિત હળવા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ફાયદો થાય છે.
વજન ઊતારવા માટે રામબાણ ઇલાજ : નિયમિત રીતે નયણાકોઠે હુંફાળા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી વજન ઘટે છે. સાથેસાથે દિવસ દરમિયાન તાજગી અનુભવાય છે.

પાચનક્રિયાને સુધારે છે : લીંબુમાં ફ્લેવનોયડસ હોય છે જે પાચનંતંત્રને વ્યવસ્થિત રાખે છે. તેથીજ પેટ ખરાબ થવા પર લીંબુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તેમાં સમાયેલા વિટામિન સી શરીરમાં પેપ્ટિક અલ્સરને બનવા નથી દેતું.

રક્તને પ્યૂરીફાઇ કરે છે : લીંબુમાં સમાયેલા સાઇટ્રીક અને એસ્ટોર્બિક એસિડ રક્તમાંથી તમામ એસિડને દૂર કરે છે. તે મેટાબોલિઝમને વધારે છે જેથી એસિડ બહાર નીકળી આવે છે.

ગળાની તકલીફ દૂર કરે છે : કફ અને ગળામાં તકલીફ હોય તો, હુંફાળા પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવાથી આરામ થાય છે. મધમાં બેકટેરિયલ તત્વ સમાયેલા છે, જે શરીરમાંથી બેકટેરિયા અને જીવાણુનો નાશ કરે છે. ગરમ પાણી કફ દૂર કરવામાં મદદ કરે છે.

કિડનીમાં પથરી સામે રક્ષણ આપે છે : કિડનીમાં સ્ટોનની તકલીફ હોય તો લીંબુ પાણી પીવાથી ફાયદા થાય છે. લીંબુમાં સાયટ્રિક એલિડહોય છે, જે કેલશ્યિમ સ્ટોનને બનતા રોકે છે. તે કિડનીને સ્વસ્થ રાખવામાં પણ ઉપયોગી છે.

Back to top button