#KLRahulAthiyaShettyWedding : કપલ લગ્નના આઉટફિટ બન્યા ચર્ચાનું કેન્દ્ર, આ જાણીતી ડિઝાઈનરે કર્યા તૈયાર
ગઈ કાલે ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાયા છે. ત્યારે તેમના લગ્નની કેટલીક તસ્વીરો સામે આવી છે. જેમાં બંને સુંદર પેસ્ટલ પિંક મેચિંગ આઉટફિટ પહેર્યો છે. જેમાં તેઓ ખૂબ સુ્ંદર લાગી રહ્યા છે. તેમને લગ્નમા પહેરેલા કપડા હાલ ચર્ચાનો વિષય બન્યા છે. આ બંન્નેએ પહેરેલા લગ્નના આઉટફિટ ખાસ છે. તેને જાણીતી ડિઝાઇનરે તૈયાર કર્યા છે.
કપલના શાનદાર લુકના ફોટો થયા વાયરલ
ચાહકો જે સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આખરે આવી ગયો છે. બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને જાણીતા ક્રિક્ટર કેએલ રાહુલ આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ગઈ કાલે સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે સાત ફેરા ફરી લીધા હતા. જે બાદ બંનેના લગ્નના ફોટો સામે આવ્યા છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ફોટોમાં સુંદર લાગી રહ્યાં છે. કપલે પિંક શેડનો ડ્રેસ પહેર્યો છે, જેમાં બંનેનો લુક શાનદાર લાગી રહ્યો છે. ત્યારે હાલ આ બંન્નેના લગ્નના આઉટફિટ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
લગ્નના આઉટફિટ બન્યા ચર્ચાનું કેન્દ્ર
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નના ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયામા ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લોકો બંનેના વેડિંગ આઉટફિટના ખૂબ વખાણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ બંનેના વેડિંગ આઉટફિટ કોણે તૈયાર કર્યા તે સવાલ પણ હાલ થઈ રહ્યો છે. ત્યારે અમે તમને તમારા આ સવાલનો જવાબ આપી દઈએ.
બંન્નેના આઉટફિટ એક જ ડિઝાઈનરે કર્યા તૈયાર
આથિયા અને રાહુલના આટલા સુંદર આઉટફિટના લોકો વખાણ કરી રહ્યા છે. તેને એક જ ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આથિયા અને રાહુલે તેમના લગ્નના આઉટફિટ અનામિકા ખન્ના નામની જાણીતી ડિઝાનર પાસે બનાવ્યા છે. આ ડિઝાઈનરે ફક્ત આથિયાના જ નહી પરંતું બીજા પણ ઘણા બોલિવૂડ સેલેબ્સના વેડિંગ આઉટફિટ ડિઝાઈન કર્યા છે. આ ડિઝાઈનરે અભિનેત્રી નેહા ધૂપિયા, શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત, રિયા કપૂરના લગ્નના આઉટફિટ ડિઝાઈન કર્યા છે.
આ પણ વાંચો : વધુ એક સ્ટાર વેડિંગની તૈયારી, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની તસ્વીરો અને વીડિયો વાયરલ